સૌરાષ્ટ - કચ્છ

ભુજના હાર્દસમાં સતત ટ્રાફીફથી ધમધતા સર્કલ જ્યુબિલી ગ્રાઉન્ડપર સ્ટંટ કરતી કાર કોની ?

જ્યુબિલી ગ્રાઉન્ડપર લાગેલા નેત્રમ સીસીટીવી નો પણ ભય નહિ..? ચાલક વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સ્થાનિકોમાં થઇ ચર્ચા જ્યુબિલી ગ્રાઉન્ડપર લાગેલા નેત્રમ સીસીટીવી શોભાના ગાંઠિયા..!! સ્ટંટ મેન વિરુદ્ધ કાર્યવાહી કરાશે કે પછી..??? એક તરફ વધતોજતો ટ્રાફિક ત્યારે બીજીતરફ રખડતા ઢોરોએ માજામૂકી છે તેની વચ્ચે ગઈ કાલે રાત્રીના ૧૦:૧૮ મિનિટ આસપાસ એક કાર આવીને બેફામ જ્યુબિલી સર્કલપર ફૂલ સ્પીડે બે ચક્કર ફેરવી ભયાનક સ્ટંટ કરીને ભુજના ભાનુશાલી નગર તરફ ફૂલ સ્પીડે હંકારી જવાઇ આ દ્રશ્ય નિહાળીને બનાવના સ્થળે વાહન ચાલકો જોતા રહી ગયા અને ફરી બીજી વખત એજ કાર જ્યુબિલી સર્કલપર ૧૦:૫૮ મિનિટ આસપાસ ફરી ભયજનક રીતે સ્ટંટ કરીને જ્યુબિલી ગ્રાઉન્ડથી કલેકટર કચેરી તરફ ફૂલ સ્પીડે હંકારી જવાઇ ત્યાં ઉભેલા પ્રવાસીઓ ભયભીત બન્યા હતા ત્યારે અગાઉ પણ ભુજના ખેંગારપાર્ક અને ગાયત્રી મંદિર રોડપર કેટલાક છેલબટાઉ યુવાનીયાઓ બાઇક પર ખુલ્લેઆમ ચિચિયારી સાથે સ્ટંટ કરીને નાગરિકોને પરેશાન કરવાના અહેવાલો પ્રસિદ્ધ થતાં પોલીસ તંત્રદ્વારા કડક હાથે કામગીરી કરીને રોક લગાવાઈ હતી ત્યારે હવે જ્યુબિલી ગ્રાઉન્ડ એટલે સતત ટ્રાફીક અને પ્રવાસીઓથી ધમધમતા ચાર રસ્તા છે આ કાર ચાલક દ્વારા જે બેફામ રીતે બે વખત પુર ઝડપે સ્ટંટ કરવામાં આવ્યા તે જોતા સ્પષ્ટ જણાય છે કે પોલીસ તંત્રનો કોઈજ ડર નથી આ ઘટનામાં કોઈ વાહન ચાલ કે સ્થાનેકે હાજર રહેલા શહેરના નાગરિક અથવા પ્રવાસીઓને ટક્કર લાગે અને કોઈ અઘટિત ઘટના બનવા પામી હોતતો તેનો જવાબદાર કોણ..? જ્યુબિલી ગ્રાઉન્ડ પર લાગેલા નેત્રમના કેમેરામાં આ ઘટના ગત ૨૩ ફેબ્રુઆરીની રાત્રીના ૧૦:૧૮ અને ત્યાર બાદ ૧૦:૫૮ કલાકે દ્રષ્યો કેદ થયાં હશે તેની તપાસ કરીને પોલીસ દ્વારા આવા બેફામ કાર ચાલક વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ.

Follow Me:

Related Posts