રાજયના જરૂરિયાતમંદ લાભાર્થીઓને સાધન- સહાયનો આધાર આપીને આત્મનિર્ભર બનાવવાનો નક્કર પ્રયાસ આ સરકારે કર્યો છે. છેલ્લા એક દાયકાથી ગરીબ કલ્યાણ મેળા થકી સાચા લાભાર્થીઓને લાભ આપવાનું ઉમદા કાર્ય સરકાર કરી રહી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું.
ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા કે, ’ સમાજના છેવાડાના માણસની ચિંતા કરવી સામાજિક અને સામુદાયિક જવાબદારી બની રહેવી જોઇએ. સમાજના પછાત રહી ગયેલા વર્ગને સાથે લઇને ચાલવું એ જ માનવ્યનો સ્વીકાર. ગાંધીજીના આ વિચારને સાર્થક કરવા અને સર્વાંગી વિકાસની આશા ફળીભૂત કરવાના ઉમદા આશયથી રાજયના તત્કાલીન મુખ્ય મંત્રી અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ વર્ષ- ૨૦૦૯- ૧૦ થી કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, ર્ડા. બાબાસાહેબ આંબેડકર કહ્યું છે કે ’ જો આપણ સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું હશે, તો સમાજના દરેક સ્તરના લોકોનો સાથ અનિવાર્ય છે. આપણા જ સમાજના દલિત, પછાત, વંચિત રહી ગયેલા ભાઇ-ભાંડુઓને આપણે જ પીઠબળ પુરું પાડવું રહ્યું. રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સરખી અને સામૂહિક ભાગીદારી વિના ઉચ્ચ ધ્યેયો હાંસલ કરવાનું શક્ય નથી. ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને નવું જીવન જીવવાની નવીન રાહ મળી રહી છે.


















Recent Comments