રાહુલ ગાંધી ગુજરાત અને ખાસ કરીને દ્વારકા મુકામે આજે બપોરે આવી રહ્યા છે તેઓ દ્વારકામાં આવી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાગ લેશે એક વાગે તેઓ ચિંતન શિબિરને સંબોધિત કરશે પરંતુ એ પહેલા દ્વારકાધીશ ના ચરણોમાં શિશ નમાવી આગામી 2022 ની ચૂંટણીનું લઈને આશીર્વાદ મેળવશે.
પાંચ રાજ્યોની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ચૂંટણીના પરિણામ અને હજુ કેટલાંક રાજ્યોમાં વોટીંગ બાકી છે ત્યારે આ ચૂંટણીઓ બાદ ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને અત્યાર થી ચર્ચાઓનો દોર શરૂ થઇ ગયો છે ત્યારે કેન્દ્રના મોટા નેતાઓ ગુજરાત ભણી આવી રહ્યા છે. પહેલા રાહુલ ગાંધી મુલાકાત લઈ રહ્યા છે તો માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવી રહ્યા છે. ખાસ કરીને ચિંતન શિબિરનો હેતુ વિધાનસભાની ચૂંટણીમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તેને લઈને રાહુલ ગાંધીના નેતૃત્વ કોંગ્રેસ આયોજન કરશે.
કોંગ્રેસના નેતાઓ પણ ઘણા નારાજ છે ત્યારે આ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવશે અહીં આવ્યા બાદ રાહુલ ગાંધી સાથે સંવાદ કાર્યક્રમ રાખવામાં આવશે. અને સભામંડપ માં રાહુલ ગાંધી બે કલાક બેસી ચર્ચાઓ કરશે. વિગતોથી માહિતગાર થશે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને માર્ગદર્શન આપશે આ રીતનો કાર્યક્રમ રાહુલ ગાંધીનો ગોઠવવામાં આવ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ચિંતન શિબિર જિલ્લામાં પૂરી થયા બાદ તેના ભાગરૂપે આ શિબિર યોજવામાં આવી છે.


















Recent Comments