ડિપ્લોમા ફાર્મસી ની પદવી લીધા બાદ ફરજીયાત હવેથી એક્ઝિટ ટેસ્ટ આપવી પડશે
દેશમાં ડિપ્લોમા ફાર્મસી કોલેજ એટલી બધી વધી ગઈ છે કે અન્ય કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને હાજરી વગર પણ નોંધણી કરીને પરીક્ષા પાસ કરે છે. આવા વિદ્યાર્થીઓનું ફાર્માસીસ્ટ તરીકે રજીસ્ટ્રેશન થાય છે અને આરોગ્ય સેવાઓ સાથે તેઓ જોડાય છે તેથી આ વાત યોગ્ય ના હોવાથી બોગસ રજીસ્ટ્રેશન અને અંકુશમાં રાખવા માટે ડિપ્લોમા ફાર્મસી ની પદવી પછી ફરજિયાત એક્ઝિટ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્ઝિટ ટેસ્ટના 3 પેપર માં 50 ટકા માર્કસ મેળવવા હશે તો જ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માં રજીસ્ટ્રેશન તેવો હવેથી કરાવી શકશે. વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ફાર્મસી કાઉન્સિલ માં જ કરાશે બોગસ ફાર્માસિસ્ટ આરોગ્યક્ષેત્રે આવતા બંધ થાય તે હેતુથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિ દવાની દુકાન કે સરકારી નોકરી મેળવી શકતા હતા અગાઉ આ પ્રકારની પદ્ધતિ હતી પરંતુ હવે રજીસ્ટ્રેશન ને અંકુશમાં રાખવા આ પગલાં લેવામાં આવ્યા છે. આ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવતા આ ટેસ્ટના કારણે સારી કોલેજોમાંથી ભણેલા ગુણવત્તાયુક્ત મેરીટ આધારિત ફાર્માસિસ્ટ રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે ફક્ત પરીક્ષા આપવા માટે જાય છે અને તેમની હાજરી પણ કોલેજમાં નથી હોતી તેવી આ પ્રકારની કોલેજમાં ફાર્માસિસ્ટ માટે એડમિશન આપવામાં આવી રહ્યા છે જેનો હવે થી દુર ઉપયોગ નહીં કરી શકાય.
Recent Comments