રાષ્ટ્રીય

માઇગ્રેનની સમસ્યાને જડમૂળથી દૂર કરી દો આ ઘરેલું ઉપાયોથી, તરત જ થઇ જશે રાહત

માઇગ્રેન એ ખૂબ મોટી તકલીફ છે. માઇગ્રેન એક એવી સમસ્યા છે જેના કારણે વ્યક્તિ માનસિક અને શારિરિક એમ બન્ને રીતે કંટાળી જાય છે. જો કે આજકાલ અનેક લોકો માઇગ્રેનની સમસ્યાથી પીડાતા હોય છે. આ રોગની ખાસિયત એ છે કે જેના કારણે માથાના એક ચોક્કસ પ્રકારમાં થાય છે. મોટાભાગે માઇગ્રેન 25 થી 55 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. આમ, જો તમે પણ માઇગ્રેનની સમસ્યાથી પીડિત છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

  • જો તમને માઇગ્રેનની તકલીફ છે તો તમે આદુનો રસ અને તુલસીનો રસ સુંધો છો અને એનાં ટીપાં નાકમાં નાંખો છો તો આ સમસ્યામાંથી રાહત મળે છે.
  • માઇગ્રેનમાંથી રાહત મેળવવા માટે કાળી દ્રાક્ષને રાત્રે પલાળી દો અને સવારમાં ઉઠીને તરત આ પાણી પી લો. આ પાણી માઇગ્રેનના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે.
  • હિંગને પાણીમાં મિક્સ કરી દો અને એના ટીપાં નાકમાં નાંખો. આમ, કરવાથી આધાશીશી મટે છે.
  • એક ચમચી હળદરને અડધા કપ પાણીમાં નાંખો અને ત્યારબાદ આ પાણીને ઉકાળો. ત્યારબાદ આ પાણી ઠંડા દૂધમાં સૂંઠ સાથે ઘસીને દૂધના ત્રણ ચાર ટીપાં નાકમાં નાંખવાથી માઇગ્રેનમાં રાહત મળે છે અને સાથે તમને શરદી કોઠો હોય તો એ પણ દૂર થાય છે.
  • માઇગ્રેનના દુખાવામાંથી રાહત મેળવવા માટે દરરોજ સવારે 8 થી 10 ના સમયમાં એક નારિયેળ પાણી પીવો.
  • લવિંગનું તેલ ઘસવાથી પણ માથાના દુખાવામાંથી રાહત મળે છે.
  • મોટાભાગના લોકોને જલેબી ભાવતી હોય છે. આમ, જો તમે દરરોજ સવારે નયણાં ટાણે એક જલેબી ખાઓ છો તો તમને માઇગ્રેનની સમસ્યામાંથી રાહત મળે છે.
  • માઇગ્રેનમાંથી રાહત મેળવવા માટે તમે રોજ પ્રાણાયમ પણ કરી શકો છો.

Related Posts