જેતપર ગામે સમરસ થયેલા ૧૬ ગામોને ૧-૧ લાખના ચેક વિતરણ કરાયા

જેતપર ગામે સમરસ થયેલા ૧૬ ગામોને ૧-૧ લાખના ચેક વિતરણ કરાયા
મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણી સમયે જીલ્લા પંચાયતના ચેરમેને જેતપર બેઠક હેઠળ આવતા ગામોમાં સમરસ થયેલ ગામોને ૧ લાખ આપવાનું વચન આપ્યું હતું જે અંતર્ગત સમરસ થયેલા ગામોને ૧-૧ લાખના ચેક વિતરણ કરવા માટે સમારોહ યોજાયો હતો
મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા સમરસ ગામોને સહાય અર્પણ કરવા માટે જેતપર ગામે સમારોહ યોજાયો હતો જે કાર્યક્રમમાં અજયભાઈ લોરિયા ઉપરાંત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, અગ્રણીઓ રણછોડભાઈ દલવાડી, બાબુભાઈ હુંબલ, બચુભાઈ ગરચર, હીરાભાઈ ટમાંરીયા, પ્રવીણભાઈ સોનગ્રા, અશોકભાઈ ચાવડા, વિશાલભાઈ ઘોડાસરા, રાકેશભાઈ કાવર, અશોકભાઈ દેસાઈ, રવજીભાઈ, મેરાભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
અજયભાઈ લોરિયાએ ગ્રામ પંચાયત ચુંટણી સમયે આપેલા વચન મુજબ જીલ્લા પંચાયત જેતપર બેઠક હેઠળ આવતા ૧૬ ગામો સમરસ થયા હોય ત્યારે આગેવાનોના હસ્તે ગામના સરપંચોને ગામના વિકાસકાર્યો માટે ૧-૧ લાખના ચેક આપવામાં આવ્યા હતા.અજય લોરિયા એ જે જાહેરાત કરી હતી તે મુજબ ચેક પણ આપ્યા છે
Recent Comments