વિડિયો ગેલેરી

રાભડા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના ૨૦ જેટલા વૈજ્ઞાનિક અભિગમ

દામનગર ના રાભડા ગામે સોમવાર ના રોજ શ્રી રાભડા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર સી વી રામન દ્વારા “રામન ઇફેક્ટ”ની ભૌતિક શાસ્ત્રીય શોધ કરવામાં આવેલ જેના માટે તેઓને નોબેલ પારિતોષિક મળેલ હતું.
       શ્રી રાભડા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણીમાં શાળાના ધોરણ ૬. થી ૮. ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના ૨૦  જેટલા વૈજ્ઞાનિક અભિગમ આધારિત મોડેલ તૈયાર કરીને બાળકોમાં વૈજ્ઞાનિક માનસ કેળવાય એવો અભૂતપૂર્વ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવેલ હતો અને તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. વિજ્ઞાન દિવસ ની વિશેષતા એ હતી કે દરેક કૃતિઓ બાળકો દ્વારા જાતે નિર્માણ પામી હતી. વિજ્ઞાન મોડેલ નિર્માણ માટે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સાધન સામગ્રી પૂરી પાડવામાં આવેલ હતી. એ આઈ એફ કો-ઓર્ડીનેટર મુકેશભાઈ હેલૈયા દ્વારા ખૂબ જ સહકાર મળેલ હતો. વિજ્ઞાન પ્રદર્શનમાં ખાસ ઉપસ્થિત લાઠી તાલુકા બીઆરસી સલીમભાઈ લોહિયા તથા સી.આર.સી શૈલેષભાઈ વિસાણી તથા તાલુકા સંઘના પ્રમુખ હિતેશભાઈ સોરઠીયાએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. શાળાના વિજ્ઞાનશિક્ષક સનિલભાઈ વાડોદરિયા, આચાર્ય શ્રી જયેશભાઈ વિસાવળીયા,મહેશભાઈ મોટકા તથા સમગ્ર શિક્ષક સ્ટાફ ને ખૂબ અભિનંદન પાઠવેલ છે.

Related Posts