રાષ્ટ્રીય

હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવા ખાઓ આ ફ્રૂટ્સ, મળશે મોટી રાહત

હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી અનેક લોકો પીડાતા હોય છે. આ બીમારી એક એવી છે જે બીજી અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. હાઇ બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ એટેક, કિડની ખરાબ થવી જેવી અનેક મોટી બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરી જાય છે. આમ, હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવા માટે આ ફ્રૂટ્સ તમે ખાઓ છો તો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે.

કિવી

હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ દરરોજ સવારે એક કિવી ખાવું જોઇએ. કિવી 9 ટકા પોટેશિયમ ડોઝને પૂરી કરવાની તાકાત ધરાવે છે. આ સાથે જ 7 ટકા મેગ્નેશિયમ અને 2 ટકા કેલ્શિયમ આપે છે.

શીમલા મીર્ચ

લાલ રંગના શિમલા મિર્ચ તમારી અનેક તકલીફોને દૂર કરે છે. આ શીમલા મીર્ચમાં 9 ટકા પોટેશિયમ અને 4 ટકા મેગ્નેશિયમ હોય છે જે તમારી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.

પીચ

દરરોજ સવારે એક પીચ ખાવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થાય છે. એક અહેવાલ અનુસાર પીચમાં 3

ટકા મેગ્નેશિયમ અને 1 ટકા કેલ્શિયમ હોય છે જે હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. પીચ ખાવાથી હાર્ટને લગતી બીમારીઓથી પણ તમે બચી શકો છો.

કેળા

કેળામાં અનેક ગુણો રહેલા છે જે તમારી શરીરમાં રહેલી બીમારીઓ સામે રક્ષણ કરે છે. જો તમે દરરોજ એક કેળું ખાઓ છો તો શરીરમાં પૂરતું કેલ્શિયમ મળી રહે છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ રોજ એક કેળું ખાવું જોઇએ. કેળામાં 12 ટકા પોટેશિયમ અને 8 ટકા મેગ્નેશિયમ હોય છે જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.

બ્રોકલી

એક કપ બ્રોકલીમાં 14 ટકા પોટેશિયમ અને 8 ટકા મેગ્નેશિયમ હોય છે જે હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ રોજ બ્રોકલી ખાવી જોઇએ જેથી કરીને કંટ્રોલમાં રહે.  

Follow Me:

Related Posts