યુક્રેનમાં ફસાયેલા ચીનના વિદ્યાર્થીઓને કારણે ચીન યુક્રેન પર ગુસ્સે થયું
યુક્રેનમાં ફસાયેલા ચીનના ૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢવાના વિલંબના વિવાદ વચ્ચે, ચીન પૂર્વ યુક્રેનમાં તેના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તેમને સુરક્ષિત સ્થાનો પર મોકલવાનું આયોજન કરી રહ્યું છે. ચીન વિદ્યાર્થીઓને બચાવવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સનું પણ આયોજન કરી રહયું છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે, ”ચીને ઇમરજન્સી કોઓર્ડિનેશન સિસ્ટમ શરૂ કરી છે, અને ચીની નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ પક્ષો સાથે ગાઢ સંપર્ક જાળવી રાખ્યો છે.”
આ ઉપરાંત, યુક્રેનમાં ચીની દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનના કિવ સ્થિત દૂતાવાસમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક ચીની નાગરિકોને બહાર કાઢવા માટે અનેક યોજનાઓ પર પણ વિચાર ચાલુ છે. યુક્રેનમાં ચીનના રાજદૂત ફેન જિયાનરોંગે એક વિડિયોમાં એ અફવાઓનું ખંડન કર્યું છે કે તે યુક્રેન છોડી ચૂકયા છે. દૂતાવાસના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, “યુક્રેનની પરિસ્થિતિને જાેતા, સૌથી પહેલા ચીની નાગરિકોને આશ્વાસ્ત કરાયા છે અને તેમની ચિંતા ઓછી કરવી પડશે.”
ચીની દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ”યુક્રેન એરસ્પેસ હાલમાં ચુસ્ત નિયંત્રણ હેઠળ છે તેમજ મિસાઈલ હુમલા અને બોમ્બ ધડાકાનો પણ ખતરો છે. જાે કે અમે વિકલ્પો જાેઈ રહ્યા છીએ અને સુરક્ષાના મુદ્દાઓનું નિરાકરણ આવતા જ અમે તરત જ ઈવેક્યુએશન પ્લાન શરૂ કરીશું.”યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત સરળતાથી બહાર કાઢી રહ્યું છે, પરંતુ ત્યારે ચીન જ ભારત પર ખાર રાખતું હતું. અત્યારે ચીનના જ વિદ્યાર્થીઓને યુક્રેને હાંકી કાઢતા યુક્રેન પર ચીન ગુસ્સે થયું છે. અત્યારે ચીન યુક્રેનમાં ફસાયેલા પોતાના વિદ્યાર્થીઓને બચાવવાના રસ્તાઓ શોધી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
Recent Comments