ધર્મ દર્શન

હોળી 2022: આ દિવસે મનાવવામાં આવશે હોળી, જાણો હોળીદહનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ…

હોળી 2022: આ દિવસે મનાવવામાં આવશે હોળી, જાણો હોળીદહનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ…

હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમ તિથિએ દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. પૂનમની રાતે હોળિકાદહન કરવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટી ઊજવાય છે. આ વર્ષે 17 માર્ચના રોજ હોળિકાદહન કરવામાં આવશે, જ્યારે 18 માર્ચે સવારે ધુળેટી ઊજવવામાં આવશે.

હોળી એ હિન્દુઓનો મુખ્ય ધાર્મિક તહેવાર છે. હોળીને રંગોના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. દીપાવલી પછી હોળીને હિન્દુઓનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. હોળીનો તહેવાર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 18 માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે.

હોળીદહનનું શુભ મુહૂર્ત
હોળી શુક્રવાર- 18 માર્ચ 2022
હોળીદહન ગુરૂવારે 17 માર્ચ2022
પૂર્ણિમા તિથિ પ્રારંભ- 17 માર્ચે બપોરના 1.29 વાગ્યાથી
પૂર્ણિમા તિથિ સમાપ્ત- 18 માર્ચના બપોરે 12-47 વાગ્યા સુધી

હોળીનો પ્રથમ દિવસ હોલિકા દહન અને છોટી હોળી તરીકે ઓળખાય છે અને આ દિવસે લોકો હોલિકાની પૂજા કરે છે અને તેને અગ્નિમાં બાળે છે. જ્યારે બીજા દિવસને રંગ વાલી હોળી તરીકે ઓળખવામાં આવે છે. સૂકા ગુલાલ અને પાણીના રંગોનો તહેવાર બીજા દિવસે જ ઉજવવામાં આવે છે. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક થાય છે. આવી સ્થિતિમાં 10 માર્ચથી હોલાષ્ટક બેસી જશે.

Related Posts