fbpx
અમરેલી

અમરેલીના ટીંબી ગામમાં ઝૂંપડાંમાં લોકો હાજર હતા ને બહાર સિંહ આવી ગયો, ડાલામથુંને જોઈ લોકો થથરી ઊઠ્યા

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. સિંહો ગમે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લતારો મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં જાફરાબાદના ટીંબી ગામમાં ઝૂંપડપટ્ટીમાં ધોળા દિવસે સિંહ ઘૂસ્યો હતો. આ પ્રકારનાં દૃશ્યો પ્રથમ વખત જોવા મળી રહ્યાં છે.ઝૂંપટપટ્ટી વિસ્તારમાં સિંહ આવતાં અફરાતફરી
અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકો સાથે પરિવાર વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં ધોળા દિવસે ડાલામથો સિંહ આવી ચડ્યો હતો, જેને લઈ અફરાતફરી સર્જાઈ હતી.

હુમલાની કોઈ ઘટના ન બનતાં તમામે રાહત અનુભવી
આ દરમિયાન સિંહ અચાનક ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી પસાર થયો હતો. જોકે કોઈ પ્રકારનો હુમલો કર્યો નહોતો અને એ આરામથી અહીંથી પસાર થઈ જતો રહ્યો હતો. થોડીવાર માટે અહીં આ નજારો જોનારાના જીવ તાળવે ચોંટ્યા હતા. બધા ડરી ગયા હતા અને બૂમાબૂમ કરી હતી. જોકે હુમલાની કોઈ ઘટના ન બનતાં તમામે રાહત અનુભવી હતી. આ ઘટનાનો વીડિયો સોશયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને આ પ્રકારનાં ભયાનક દૃશ્યો કહી શકાય એમ ધોળા દિવસે સિંહ ઝૂંપડપટ્ટીમાંથી પસાર થયો હતો.

Follow Me:

Related Posts