રાષ્ટ્રીય

ઘરમાં પડેલી આ વસ્તુઓથી પગની એડીઓને કરી દો રિપેર, થઇ જશે એકદમ મુલાયમ

પગના વાઢિયાના દુખાવાથી માણસ હેરાન-પરેશાન થઇ જાય છે. અનેક લોકોને પગમાં વાઢિયા પડતા હોય છે. આ વાઢિયાને કારણે ઘણાં લોકોને સતત પગમાં પણ દુખાવો થતો હોય છે. પગમાં ફાટેલી એડીને કારણે અનેક લોકો શરમ અનુભવતા હોય છે. આમ, જો તમે પણ પગના વાઢિયાની તકલીફથી કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

  • પગના વાઢીયામાંથી છૂટકારો મેળવવા માટે કોપરેલ સૌથી બેસ્ટ છે. કોપરેલને તમે રોજ રાત્રે પગના વાઢીયા પર લગાવીને સુઇ જાવો છો તો તમને રાહત થાય છે. આ સાથે જ જો તમે કોપરેલની સાથે નારિયેળ તેલ પણ મિક્સ કરો છો તો તમને વાઢીયામાંથી રાહત મળે છે.
  • નારિયેળ તેલમાં તમે ઓલિવ ઓઇલ નાંખીને મિક્સ કરો છો અને તમારી ફાટેલી એડી પર લગાવો છો તો તમને થોડા જ દિવસમાં આરામ મળે છે.
  • ગ્લિસરીન તમારી ફાટેલી એડીને રિપેર કરવાનું કામ કરે છે. ગ્લિસરીન અને ગુલાબજળને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને રોજ રાત્રે સુતા પહેલા લગાવી દો અને પછી મોજા પહેરી લો. આમ કરવાથી પગની ફાટેલી એડી રિપેર થાય છે અને દુખાવો પણ થતો નથી.
  • લીંબુ અને વેસલીન પણ તમારી પગની એડીને રિપેર કરવાનું કામ કરે છે. એડીને મુલાયમ બનાવવા માટે એક ચમચી વેસેલીનમાં એક લીંબુનો રસ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ સવારે ઉઠો ત્યારે તમે પગની એડીમાં આ મિશ્રણ લગાવી દો. ત્યારબાદ 20 થી 25 સુધી તમે આ મિશ્રણ લગાવેલું રાખો. જો તમે આ મિશ્રણ રેગ્યુલર લગાવશો તો પગની ફાટેલી એડી રિપેર થશે અને સાથે મુલાયમ પણ થશે. થોડા દિવસ આ ઉપાય કરવાથી તમારી પગની એડી મુલાયમ થઇ જશે.

Related Posts