ભારતના વિકાસને અગ્રેસર રાખવામાં ગુજરાત રાજયનું મહત્વનું યોગદાન છે. ગૌરવવંતા ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા વધુ વેગવંતી બને એ હેતુ સાથે ગુજરાત સરકારનું વર્ષ – ૨૦૨૨-૨૩ નું બજેટ નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ રજુ કર્યુ. ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી. તળાવિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નાં બજેટને આવકારતા કહયું હતુ કે આત્મનિર્ભર ભારતનાં પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં વડપણ નીચે સમગ્ર દેશમાં સર્વ સમાજ અને સર્વ ક્ષેત્રોમાં વિકાસ થઇ રહયો છે ગુજરાતના ગૌરવશાળી મુખ્યાંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ રજુકરેલું અંદાજ પત્ર મહિલા, બાળ, યુવા, કિસાન, વેપારી, ગરીબ સહિતનાં દરેક ક્ષેત્રની ઉન્નતિને આવરી લેનારૂ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સમાજના છેવાડાનાં માનવી ને પણ વીકાસનાં ફળ પ્રાપ્ત થાય એની તકેદારી આ બજેટમાં લેવામા આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનાં વૈશ્વિક વિકાસની જે કેડી કંડારી છે. તેને આગળ ધપવવાનો સંકલ્પ આ બજેટમાં છે. વિકાસની કેડીઓ કંડારનાર આ બજેટ સફળ નીવડી ગતીશીલ ગુજરાતની શાનમાં વધારો કરશે. મહિલ, બાળ, યુવા, કિસાન, વેપરી, ગરીબ સહિતનાં દરેક ક્ષેત્રની ઉન્નતિને આવરી લેનાર ગુજરાત સરકારનું ૨૦૨૨/૨૩ના સત્ર માટે બજેટ જનપ્રીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શનમાં સર્વાનુમતે રજુ કરવા બદલ નાણા મંત્રી કનુભાઇ દેસાઇનો હ્દયપુર્વક આભાર વ્કત કર્યો છે.
જનપ્રિય મુખ્યમંત્રી ના નેતૃત્વ હેઠળ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૨/૨૩ના બજેટને આવકારતા ભાજપ અગ્રણી જનકભાઈ તળાવિયા

















Recent Comments