fbpx
ગુજરાત

સ્ત્રીઓ માટે ૭થી ૧૨માર્ચ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

અમદાવાદ શહેરમાં જીસીએસ હોસ્પિટલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્ત્રીઓના સ્વાસ્થ્યને લગતી તકલીફો માટે ૭ થી ૧૨ માર્ચ સુધી નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ દ્વારા તપાસ અને માર્ગદર્શનનો લાભ મળશે. તદુપરાંત, સોનોગ્રાફી, મેમોગ્રાફી (સ્તન કેન્સરની તપાસ માટે), પેપ સ્મીયર ટેસ્ટ (ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે) અને અન્ય બેઝિક ટેસ્ટ્‌સ-રિપોર્ટ્‌સ પણ નિઃશુલ્ક કરવામાં આવશે.

કેમ્પમાં સ્ત્રીને લગતી તકલીફો, ગર્ભાશયના રોગ, ગર્ભાશયની ગાંઠ, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, વંધ્યત્વ, પ્રસુતિ-સબંધી તકલીફ, સ્ત્રીઓમાં જાેવા મળતા કેન્સરની તપાસ – પેપ સ્મિઅર અને સર્વાઈકલ તપાસ, શરીરની કમજાેરી, લોહીની કમી, નસબંધીનું ઓપરેશન (ગર્ભાશયની નળીઓ બાંધીને), માસિકને લઈને સમસ્ચાઓ, રજાેનિવૃતિ (મેનોપોઝ), દૂરબીનથી ઓપરેશન, પોલિસીસ્ટિક ઓવેરિયન ડીસીઝ, તરૂણીઓની હેલ્થ સમસ્યાઓ અને અન્ય સ્ત્રીરોગોને લગતી તમામ તકલીફોની સારવાર, માટે નિઃશુલ્ક માર્ગદર્શન મેળવી શકે છે. જીસીએસ હોસ્પિટલમાં ‘આયુષ્માન ભારત’ યોજના હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ મળી શકશે.

આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ ૦૭૯ ૬૬૦૪ ૮૧૭૧ / ૯૯૭૯૮૪૯૫૩૭ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જીસીએસ હોસ્પિટલ એ ૧૦૦૦-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

Follow Me:

Related Posts