fbpx
બોલિવૂડ

રાજામૌલી બાહુબલી – ૩ની તૈયારી શરૂ કરી

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મો હવે તેના નામથી ચાલે છે. એક સમય એવો હતો જ્યારે કોઈ તેમને બરાબર ઓળખતું પણ નહોતું અને આજે સમય આવી ગયો છે કે તેઓ એક પેન ઈન્ડિયા સ્ટાર બની ગયા છે. આ દિવસોમાં તેઓ પોતાની આગામી ફિલ્મ ‘રાધે શ્યામ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેમને મુંબઈના જુહુમાં સમગ્ર કાસ્ટ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં તેમની કો-સ્ટાર પૂજા હેગડે છે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે. આ ફિલ્મ હવે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની રિલીઝ ડેટ ફાઈનલ થઈ ગઈ છે અને હવે આ ફિલ્મ ૧૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે પ્રભાસ સાથે જાેડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

એસ એસ રાજામૌલી ફરી એકવાર ‘બાહુબલી’ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. એટલે કે ‘બાહુબલી ૩’ પણ લોકોને જાેવા મળી શકશે. સુપરસ્ટાર પ્રભાસ આ દિવસોમાં તેમની ફિલ્મ ‘રાધે શ્યામ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ તેઓ ટૂંક સમયમાં રાજામૌલી સાથે પણ ફરી કામ કરવાના છે. પ્રભાસે એવો સંકેત પણ આપ્યો હતો કે તેઓ રાજામૌલી સાથે ફરી કામ કરવાના છે અને જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી મીડિયામાં એક ભારે ક્રેઝ છે. ‘બાહુબલી’ ફ્રેન્ચાઈઝીની અગાઉની બંને ફિલ્મો લોકોને ખૂબ પસંદ આવી છે. ફિલ્મની સ્ટોરીથી લઈને તેની સિનેમેટોગ્રાફી અને ફિલ્મમાં પ્રભાસની ભૂમિકા ઉપરાંત બાકીના કલાકારોના પાત્રો પણ ખૂબ જ જાેરદાર હતા. આજે પણ લોકો આ બંને ફિલ્મોને ભૂલી શકતા નથી. આ બંને ફિલ્મોએ વિશ્વભરમાં અબજાે રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે લોકોને ફરીથી પ્રભાસની એ જ સ્ટાઈલ જાેવા મળશે. આમ પણ તેમને સિલ્વર સ્ક્રીન પર કંઈક તેવા જ અંદાજમાં જાેવા માટે દરેક લોકો તલપાપડ છે. આ પહેલા પણ ઘણી વખત આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ અંગેના સમાચાર સામે આવ્યા છે પરંતુ તે ક્યારેય સાચા સાબિત થયા નથી. કદાચ તેનું કારણ એ હતું કે પ્રભાસ પણ તેમની અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયા અને રાજામૌલી પણ તેમની આગામી ફિલ્મ ‘ઇઇઇ’ના નિર્માણમાં વ્યસ્ત થઈ ગયા.

પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં ઘણું સત્ય છે. ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ અને ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી ફિલ્મ ‘બાહુબલી’ના ત્રીજા ભાગ પર કામ કરી રહ્યા છે. એટલે કે આ ફિલ્મ માટે બંને ફરી એકવાર સાથે આવી શકે છે અને જાે આવું થાય તો લોકોને ફરી એક વાર એ જ મજબૂત અભિનયની શૈલી જાેવા મળી શકે છે. કોલમિસ્ટ મનોબાલા વિજયબાલને પણ પોતાના ટિ્‌વટમાં આ જાણકારી આપી છે. જાે આ શક્ય છે તો પણ તેમાં ઘણો સમય લાગશે કારણ કે બંને હાલ પોતપોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. ‘ઇઇઇ’ પછી, રાજામૌલી તેની આગામી ફિલ્મ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે પૂર્ણ કરશે જ્યારે પ્રભાસ ‘રાધે શ્યામ’, આદિપુરુષ, સલાર, આત્મા અને અન્ય ઘણા પ્રોજેક્ટ્‌સમાં વ્યસ્ત રહેશે.

Follow Me:

Related Posts