બાબરામાં તાલુકા સંકલનની પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં બેઠક ધારાસભ્ય ઠુંમર,ન.પા પ્રમુખ લલિતભાઈ આંબલિયા ની ઉપસ્થિત માં યોજાય
અહીં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં રસ્તા,વીજળી,પાણી ખેતી અને લેન્ડ વિભાગના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેમાંથી મોટાભાગના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ૨૮ જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં ૧૬ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે ૧૨ જેટલા પ્રશ્નોને પેન્ડિગ રાખવામાં આવ્યા હતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે બાબરા ખાતે આઈ ટી આઈ માં લર્નિંગ લાયસન્સ સેન્ટર આગામી બે ત્રણ દિવસમાં શરૂ કરાશે અનેકવાર રજુઆત કરેલ હતી પણ વિભાગના કોઈ ટેક્નિકલ પ્રશ્નના કારણે થઈ શકતું નથી પણ સંકલનની બેઠકમાં વિભાગ દ્વારા ધારાસભ્યને ખાત્રી આપવામાં આવેલ છે એટલે બાબરા તાલુકાના લોકોને હવે શહેરમાં લર્નીગ લાયસન્સ સેન્ટરની સુવિધાઓ મળશે આ સિવાય બાબરા ચમારડી રોડપર પણ ત્વરિત પેચ વર્ક કરવા માટે ની સૂચનાઓ વિભાગને આપવામાં આવી છે અને જમીન માપણીમાં ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી છે તે દૂર કરવાની કામગીરી કરવાની પણ તાકીદ કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું
Recent Comments