અમરેલી આઇટીઆઇ.ખાતે ૧૦ માર્ચના જિલ્લાકક્ષાનો એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાશે
આગામી ૧૦ માર્ચના અમરેલી આઇટીઆઇ.ખાતે સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાકક્ષાના એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નારાયણ સ્પીનીંગ પ્રાલી, અમર ટ્રેકટર, ગુજરાત ટ્રેકટર ગુજરાત અગ્રો સેન્ટર,રાધિકા હાઇડ્રોલીક પાઇપ,વૃંદા ઓટો મોબાઇલ વગેરે જેવા એકમો માટે આઇટીઆઇ ફીટર, મોટર મિકેનિક, મિકેનિક ડીઝલ, ઇલેકટ્રીશ્યન, ટુ વ્હીલર ઓટો રીપેરર, પ્લમ્બર, ટ્રેકટર મિકેનિક, ઇલેકટ્રોનીક્સ મિકેનિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
Recent Comments