આ નાની-નાની ટિપ્સ ફોલો કરશો તો આખો દિવસ મુડ રહેશે સારો, સ્ટ્રેસ પણ ઘટશે
અનેક લોકોની ફરિયાદ હોય છે કે મારો મુડ સારો રહેતો નથી. મુડ સારો રહેવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો તમારો મુડ સારો ના રહે તો સ્ટ્રેસ લેવલ વધી જાય છે જેના કારણે શરીરમાં અનેક બીમારીઓ એન્ટ્રી કરવા લાગે છે. જ્યારે આ દુનિયામાં અનેક લોકો એવા હોય છે જે આખો દિવસ હેપ્પી રહેતા હોય છે અને બીજાને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હોય છે.
મુડ ઓફ હોવાને કારણે તમે સતત સ્ટ્રેસમાં રહો છો. સ્ટ્રેસ ઉધઇ જેવી હોય છે જે શરીરમાં અનેક નાના-મોટા ફેરફારો ઉભા કરે છે. આમ, જો તમારો મુડ પણ સારો ના રહેતો હોય તો તમે આ ટિપ્સ ફોલો કરો. આ ટિપ્સ તમારા મુડને સારો બનાવશે અને તમારો સ્ટ્રેસ લેવલ પણ ઘટાડશે.
- હંમેશા સવારે વહેલા ઉઠવાની આદત પાડો. વહેલા ઉઠવાથી સ્વાસ્થ્ય સારું રહે જેની સૌથી મોટી અસર તમારા મુડ પર રહે છે.
- સવારમાં વહેલા ઉઠીને 10 મિનિટ પ્રાણાયમ કરો. જો તમારે પ્રાણાયમ નથી કરવા તો તમે સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો. સૂર્ય નમસ્કાર કરવાથી તમારો આખો દિવસ મસ્ત જાય છે.
- સવારમાં ઉઠ્યા પછી રૂટિના કાર્ય પૂરાં કરો અને મસ્ત બ્રેકફાસ્ટ લો, જેથી કરીને દિવસભર એનર્જી રહે.
- આ સાથે તમે તમારા ફ્રેન્ડસને ફની વિડીયો મોકલો જેથી કરીને તમારી સ્માઇલ પાછી આવે.
- દિવસ દરમિયાન તમારા કોઇ ફ્રેન્ડને મળો.
- તમારી લાઇફમાં બે-ત્રણ વ્યક્તિ એવા રાખો જેને તમે તમારી દુખની અને સુખની એમ બધી વાતો કરી શકો.
- દિવસમાં 15 થી 20 બહાર ચાલવા જાવો જેથી કરીને બહારના વાતાવરણમાં તમારું મન હળવુંરહે.
- જો તમને ગીતો સાંભળવાનો શોખ છે તો તમે હેડફોન લગાવીને ચાલવા નિકળો જેથી મન હળવું થાય.
Recent Comments