રાષ્ટ્રીય

પહેલી વાર કરી રહ્યા છો Eye Makeup? તો આ ટિપ્સ એન્ડ ટ્રિક તમારા માટે છે બહુ કામની

અનેક છોકરીઓ આઇ મેક અપની શોખીન હોય છે. પરંતુ જો તમે આઇ મેક અપ બરાબર રીતે કરતા નથી તો તમારી આંખોને અનેક ઘણું નુકસાન થઇ શકે છે અને સાથે તમારો ચહેરો સાવ બગાડીને મુકી દે છે. આઇ મેક અપ સરખો ના થવાને કારણે તમારો ફેસ એકદમ ગંદો લાગે છે અને લોકો તમારી પર હસવા લાગે છે. તો જાણી લો તમે પણ પરફેક્ટ આઇ મેક કરવાની સાચી રીત શું છે….

સ્ટેપ-1- આઇ પ્રાઇમર લગાવો

આંખો પર મેક અપ કરવા માટે સૌ પ્રથમ આઇ પ્રાઇમર લગાવો. જેનાથી આઇશેડો લાંબા સમય સુધી ટકી રહે છે. આ માટે આંખો પર આઇ પ્રાઇમર લગાવો અને થોડી સેકેન્ડ માટે એને સુકાવા દો. ત્યારબાદ તમારા ડ્રેસને મેચિંગ આઇશેડો લગાવો. જો તમે ઇચ્છો તો આની જગ્યાએ ફાઉન્ડેશન, કોમ્પેક અને કન્સીલર પણ લગાવી શકો છો.

સ્ટેપ-2- બ્રશની પસંદગી બરાબર રીતે કરો

પરફેક્ટ આઇ મેક અપ કરવા માટે બ્રશ સારો લો. બ્રશ સારો હશે તો આંખો પર આઇ મેક અપ અને શેડ સારો પડે છે. જો તમારો બ્રશ સારો ના હોય તો તમારો આઇ મેક અપ સારો થતો નથી અને સ્પ્રેડ થાય છે.

સ્ટેપ 3-આઇ મેક અપ કરતા પહેલા ટેપ લગાવો

 જો તમે પહેલી વાર આઇ મેક અપ કરો છો તો આંખના બહારના એન્ગલ પર ટેપ લગાવો. ત્યારબાદ એના શેપ પ્રમાણે આઇ શેડો લગાવો. આનાથી તમારી આંખોને પરફેક્ટ શેપ મળશે.

સ્ટેપ 4- લાઇટ શેડની પસંદગી કરો

આંખો પર પ્રાઇમર લગાવ્યા પછી આઇશેડોની પસંદગી કરવામાં આવે છે. જો તમે પહેલી વાર આઇ મેક અપ કરો છો તો શરૂઆતના સ્ટેજમાં લાઇટ કલરની પસંદગી કરો જેથી કરીને કોઇ નાની ભૂલ થાય તો તમારો ફેસ ખરાબ ના લાગે. ત્યારબાદ તમે કાજલ લગાવો અને આંખોને પરફેક્ટ શેપ આપો જેથી કરીને તમારો ફેસ સારો લાગે.

Related Posts