અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

કલેક્ટરશ્રીએ જમીનોના પડતર કેસોખેડૂત પ્રમાણપત્રસરકારી ખાતાને જમીન ફાળવણી જેવા વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી

કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે આજે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને તાલુકાઓના મામલતદારશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

કલેક્ટરશ્રીએ બેઠકમાં જમીનોના પડતર કેસો, નોંધો, પ્રકરણો, ખેડૂત પ્રમાણપત્ર, સરકારી ખાતાને જમીન ફાળવણી, ગામતળ કે સ્મશાન નીમ દરખાસ્ત, ફિલ્ડ વર્ક જેવા વિવિધ લોકહિતને સીધી રીતે સ્પર્શતા મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓના વિવિધ મહેસુલી પ્રશ્નો અંગે ગહન ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કોન્ફરન્સ હોલ ખાતે અમરેલી નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. વી. વાળા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી તેમજ અમરેલી મામલતદારશ્રી અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકાના મહેસુલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts