વડોદરામાં સાસરિયાએ કહ્યું અમારો દિકરો ૧૦ બૈરા રાખશે તું નીકળી જા
એક તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે તો બીજી તરફ વકીલ પતિ સામે જ વડોદરાની એક મહિલાએ મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. વડોદરા શહેરના ન્યૂ સમા વિસ્તારમાં રહેતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ ૧૯૯૮માં સમાજના રીત-રિવાજ મુજબ જયેશભાઇ પરમાભાઇ બાકરોલા (રહે. ઓમ આનંદ પાર્ક સોસાયટી, ન્યૂ સમા રોડ, વડોદરા) સાથે થયા હતાં. લગ્નજીવનમાં તેમને ૨૧ વર્ષની દીકરી અને ૧૯ વર્ષનો પુત્ર છે. મહિલાના પતિ જયેશભાઇ બાકરોલા વ્યવસાયે વકીલ છે.
દરમિયાન જયેશભાઇનું અન્ય મહિલા સાથે અફેર હોવા છતાં સાસુ-સસરા પુત્રનો સાથ આપી પુત્રવધૂને અપમાનજક શબ્દો કહેતા અને પોતાના પુત્રનું ઉપરાણું લેતા હતા. આ સિવાય નણંદ અને તેના પતિ પણ મહિલા પર ત્રાસ ગુજારતા હતા.જ દરમિયાન ગત ૧૮ ફેબ્રુઆરીના રોજ આરોપીઓએ મહિલા અને તેના બાળકોને બેફામ અપશબ્દો કહ્યા હતાં. તેમજ મહિલાને ઘરની બહાર કાઢી મુકવા અને ઘરમાંથી ના નીકળે તો મારી નાખવાની તથા બદનામ કરવાની ધમકી આપતા મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો હતો. જેથી પતિ જયેશભાઇને અન્ય મહિલા સાથેના સંબંધો તોડી નાખવા માટે સમજાવવા આવ્યા હતા.
જાે કે પતિ પોતાનું વર્તન ચાલુ જ રાખ્યું હતું અને પત્ની સાથે મારઝૂડ કરી હતી. સાસરિયા પણ કહેતા કે અમારો છોકરો (જયેશભાઇ) દસ બૈરા રાખશે તું આ ઘરમાંથી નીકળીજા. સાથે છૂટા વાસણ માર્યા હતા. જેથી મહિલાએ પતિ અને સાસરીયા વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.વડોદરા શહેરના ન્યુ સમા વિસ્તારમાં રહેતી મહિલાએ તેના વકીલ પતિ અને સાસરિયાઓ સામે મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
Recent Comments