કોરોના કાળમાં લોકોની આવક, મોંઘવારીનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવતા પરેશ ધાનાણી
કોરોના કાળમાં લોકોની આવક, મોંઘવારીનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવતા પરેશ ધાનાણી
ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ વિધાનસભામાં કોરોના કાળમાં લોકોની આવકમાં થયેલ ઘટાડા અને ભાવવધારા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ધારાસભ્યએ રાજ્યમાં રેશનીંગ અનાજ ઘઉં અને ચોખાના જથ્થા અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો
. જેના જવાબમાં કેન્દ્ર સરકારે ફાળવેલ જથ્થા સામે રાજ્ય સરકારે ૩,૦૪,૭૮૧ ટન ઘઉં અને ૧,૩ર,૭૯૧ ટન ચોખાનો ઓછો જથ્થો ઉપાડવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. ધારાસભ્ય ધાનાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર પ્રજા પર હંમેશા પડતા પર પાટુ મારે છે. કોરોના મહામારીના કપરા કાળમાં લોકોના વેપાર-ધંધા તૂટ્યા, લોકોની આવક ઘટી, ગૃહિણીઓની બચત ઘસાણી તથા મોંઘવારી-બેરોજગારીના કારણે લોકોનું દેવું વધી રહ્યું છે. લોકો દેવાના બોજ તળે દબાતા જઇ રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, મોંઘા ગેસ સિલિન્ડર, મોંઘુ તેલ અને વધતી મોંઘવારીના કારણે ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના રસોડે ભૂખે ભરડો લેતા હવે વિકાસ કુપોષિત થઇ ગયો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાતા અનાજના જથ્થામાંથી ઓછો જથ્થો ઉપાડીને રાજ્યના ગરીબ પરિવારોને અન્યાય થઇ રહ્યો છે. પરેશભાઇએ ગરીબોને પૂરતુ રાશન મળે તેવી કાર્યવાહી કરાવવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી.
Recent Comments