અમદાવાદમાં મહિલા પોલીસે મહિલા સિનિયર સિટીઝન સાથે કેક કાપી ઉજવણી કરી
અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ વુમન્સ ડે સેલિબ્રેશન થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ કંઈક અલગ રીતે વુમન ડે સેલિબ્રેશન કરી રહી છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ પોતાના વિસ્તારમાં રહેતી મહિલા સિનિયર સિટીઝનને ઘરે મળવા ગયા હતા. જ્યાં તેમણે તેમની સાથે સમય વિતાવ્યો હતો તેમજ સિનિયર સિટીઝનને સરપ્રાઈઝ થાય તેમ કેક સાથે લઈને ગયા હતા અને તેમની સાથે કેક કટિંગ કરીને વુમન્સ ડેનું સેલિબ્રેશન કર્યું હતું. આ સમગ સરપ્રાઈઝ થી સિનિયર સિટીઝન ખુશ થઈ ગયા હતા તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓએ મહિલા કર્મચારીઓને અલક કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરતા મહિલા કર્મચારીઓ પણ આનંદનો અનુભવ કર્યો હતો.
અમદાવાદ શહેર ખાતે મહીલાઓને તાત્કાલીક મદદ તથા મહીલાઓની સમસ્યાનુ નિરાકરણ લાવી મહીલાઓને મદદરૂપ થવા સારૂ અમદાવાદ શહેર પોલીસના દરેક પોલીસ સ્ટેશનમા “શી ટીમ” નુ આયોજન કરવામા આવ્યું છે. આ શી ટીમ દ્વારા અવાર નવાર મહીલાઓની મદદ કરી સારી કામગીરી કરવામા આવે છે.આજ વિશ્વ મહીલા દિવસ અમદાવાદ શહેર પોલીસની શી ટીમ દ્વારા અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમા સીનીયર મહીલા સીટીઝન નાઓની મુલાકાત કરી કેક કાપી મહીલાઓના ઉત્સાહમા વધારો કર્યો હતો.
Recent Comments