સાવરકુંડલા શહેરનો ખૂબ જ જટિલ પ્રશ્ન એવો બાયપાસ છેલ્લા ઘણા સમયથી બની ગયેલો હતો પણ રેલવેમાં ફાટક માટે મંજૂરી માટે ઘણા સમયથી રેલવેમાં પડતર હતો જેથી રેલવેમાંથી મંજૂરી આવ્યા બાદ રાજ્ય સરકારમાં ડાયવઝન અને શિફ્ટટિંગ માટે બાકી હતી જેથી ધારાસભ્ય પ્રતાપ દુધાતે વિધાનસભા આજે ખૂબ દલીલ કરવાના કારણે રાજ્ય સરકારે આ કામ માટે રૂપિયા ૭૦૦ લાખની પ્રાથમિક મંજૂરી આપી અને ટુક સમયમાં આ કામના ટેન્ડર પ્રક્રિયા કરી કામ ચાલુ કરવામાજૂ આવશે તેવું માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણશભાઈ મોદીએ કહેલ હતું આ બાયપાસ છેલ્લા બે વર્ષ બની ગયો છે પણ રેલવેની મંજૂરી માટે આ રોડ ધૂળ ખાય રહ્યો હતો અને બાયપાસ ન હોવાને કારણે સાવરકુંડલા શહેરમાં અકસ્માતમાં લોકોના જીવ પણ ગયા છે આ બાયપાસ બનવાને કારણે સાવરકુંડલાના લોકો ખૂબ જ ખુશ થશે અને આ બાયપાસના કારણે સાવરકુંડલા શહેર એક ટ્રાફિક અને ધૂળથી પરેશાન ભોગવી રહ્યું હતું તે પરેશાનીમાં સાવરકુંડલાની જનતા દૂર થશે અને સાવરકુંડલા ખૂબ જ વિકાસ થશે તેવું ધારાસભ્ય પ્રતાપ દુધાતે તેની યાદીમાં જણાવ્યું હતું ધારાસભ્ય પ્રતાપ દુધાત ખૂબ જ વિધાનસભામાં પોતાના મત વિસ્તારના પ્રશ્ન ઉપાડી વર્ષો જુના કામો કરાવી રહ્યા છે પ્રતાપ દુધાત દ્વારા છેલ્લા ઘણા સમયથી વિધાનસભામાં બાયપાસનો પ્રશ્ન રજૂ કરવામાં આવતો પણ રેલવે વિભાગ કેન્દ્રને લગત હોય જેથી તે માટે આ પ્રશ્ન અટકેલો રહેતો પણ જ્યારે રેલવેમાંથી ફાટલ માટે મંજૂરી આવતાની સાથે જ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા તારાકીંત પ્રશ્ન પૂછ્યો હતો કે હવે રાજ્ય સરકાર બાયપાસ માટે ફાટક માટે ક્યારે રકમ ફાળવશે જેથી આજ રોજ માર્ગ અને મકાન વિભાગના મંત્રીની સૂચનાથી ઉપ સચિવશ્રી એસ.આર.શાહ સાહેબે સાત કરોડના રૂપિયાની મંજૂરી આપી હતી.
સાવરકુંડલા શહેરમાં ખૂબ જ જટિલ પ્રશ્ન બાયપાસ માટે રેલવેના ફાટક માટે ઘટતી રકમ ૭૦૦ લાખ મંજૂર કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Recent Comments