Wooden Decorationથી આ રીતે ઘરને આપો નવો લુક, લોકો જોતા રહી જશે
દરેક લોકોને પોતાનું ઘર સજાવવાનો શોખ હોય છે. ઘર ડેકોરેટ કરવાના આઇડિયા દરેક લોકો પાસે અલગ-અલગ હોય છે. આજે આ ફેશન તો કાલે બીજી. સમયની સાથે ફેશન પણ બહુ ફાસ્ટ બદલાઇ જાય છે. જો તમે આજે ઘર ડેકોરેટ કરવા કંઇક નવી વસ્તુ લાવો છો તો માર્કેટમાં એ બીજા દિવસે જૂની થઇ જાય છે. આમ આ ફાસ્ટ સમયમાં અનેક વસ્તુઓ બદલાતા વાર લાગતી નથી.
સામાન્ય રીતે ઘર સજાવવા માટે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. આ સાથે જ ઘણા લોકો ઇન્ટિરિઅર એન્જીનીયરને બોલાવીને પણ પ્લાન કરતા હોય છે. આમ, જો તમે તમારું ઘર જાતે જ ડેકોરેટ કરવા ઇચ્છો છો તો આજે અમે તમને કેટલાક આઇડિયા આપીશું જેનાથી તમારું ઘરે એકદમ મસ્ત લાગશે અને લોકો જોતા રહી જશે.
- આજકાલ વુડન ફર્નિચરનો ટ્રેન્ડ ચાલ્યો છે. જો તમે ઘરને કોઇ નવો ટચ આપવા ઇચ્છો છો તો તમારે વુડન ફર્નિચર પર ધ્યાન આપવું જોઇએ. વુડન ફર્નિચર તમારા ઘરના લુકમાં ચાર ચાંદ લગાવી દે છે.
- આજકાલ માર્કેટમાં અનેક મોટી-મોટી શોપમાં તમને ડિઝાઇનર વોલપીસ મળે છે. આમાં તમને વુડનનું પણ મળી રહે છે. જો તમે વુડનનું વોલપીસ ઘરમાં લગાવો છો તો રૂમ બહુ મસ્ત લાગે છે અને બીજા કરતા કંઇક અલગ પણ પડે છે.
- વોશબેસિંગ એરિયાને તમે નવો લુક આપવા ઇચ્છો છો તો તમારે વુડનનો મિરર લગાવવો જોઇએ. આ મિરર દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે.
- તમે ઘરમાં કોઇ ફર્નિચર કરાવો છો અને લાકડાનો મોટો પીસ પડ્યો છે તો તમે એમાંથી મસ્ત એક મોટી ફોટો ફ્રેમ પણ બનાવડાવી શકો છો. આ ફોટો ફ્રેમ દેખાવમાં એકદમ યુનિક લાગે છે.
Recent Comments