દીકરીને સાહસી અને નિડર બનાવવા ના કરો આ ભૂલો, ખાસ જાણો તમે પણ

દરેક ઘરની દીકરીને આપણે એટલી હોંશિયાર બનાવીએ કે એ એના પગભર થાય અને જીવનમાં કોઇ તકલીફ ના પડે. આજના આ ફાસ્ટ યુગમાં દીકરીઓને ચપળ બનાવવી ખૂબ જ જરૂરી છે. જો કે આ સમયમાં પણ અનેક પેરેન્ટ્સ એવી કેટલીક ભૂલ કરી બેસે છે જેનાથી પાછળથી અનેક ઘણો પસ્તાવો થાય છે. આમ, જો તમારા ઘરે પણ દીકરી છે તો આ વાતો પર ચોક્કસ ધ્યાન આપો અને આ ભૂલો કરવાથી પણ બચો.
દીકરી આવ્યા પછી દીકરો આવે એની જીદ
આજના આ સમયમાં પણ અનેક લોકોને એવું છે કે એક દીકરી છે તો બીજો દીકરો આવે. જો તમે પણ કંઇક આવું વિચારી રહ્યા છો તો આ તમારી મોટી ભૂલ છે. આમ, કરવાથી એ વાત ચોક્કસ સાબિત થાય છે કે તમે દીકરી અને દિકરા વચ્ચે ભેદભાવ રાખો છો. આ બધી જ વાત તમારે ભગવાન પર છોડવી જોઇએ. આ સાથે જ જો તમને બીજી દીકરી આવે છે તો તમારે આ વાતનું કોઇ દુખ પણ હોવું જોઇએ નહિં અને આ ટાઇપના વિચારો તમારે મગજમાંથી ડિલીટ જ કરી દેવા જોઇએ. આ વિચારો તમારી દીકરી પર નકારાત્મક અસર નાંખી શકે છે.
માત્ર કિચનનું જ કામ શીખવાડવું એ વિચાર બદલો
ઘણાં બધા ઘરોમાં દીકરીઓને માત્ર રસોઇનું કામ જ શીખવાડવામાં આવતુ હોય છે. દીકરી રસોડુ શીખે એમાં કંઇ ખોટુ નથી પરંતુ તમને જણાવી દઇએ કે આ સમયમાં તમારે દીકરીને રસોડા સિવાય પણ બીજી અનેક વસ્તુઓ શીખવાડી ખૂબ જ જરૂરી છે. જો તમે માત્ર આવું જ વિચારી રહ્યા છો તો તમારી આ વિચારસરણીને તમારે બદલવી જોઇએ.
દીકરી-દિકરા વચ્ચે ભેદભાવ ના રાખો
અનેક ઘરોમાં આજે પણ દીકરી અને દિકરા વચ્ચે ભેદભાવ હોય છે. જો તમે આ પ્રકારનો ભેદભાવ રાખો છો તો તમારી દીકરીના મગજ પર બહુ ખોટી અસર પડે છે. આ માટે ક્યારે પણ દિકરા અને દીકરી વચ્ચે ભેદભાવ ના રાખો. દીકરી તો તુલસીનો ક્યારો છે.
Recent Comments