fbpx
ગુજરાત

આણંદ પાસે મોટી નહેરમાં ન્હાવા પડેલા બે શ્રમિકો ડૂબ્યા

આણંદ નજીક આવેલ સામરખા ગામેથી પસાર થતી મોટી નહેરમાં નહાવા પડેલા બે શ્રમિકોના મોત થતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગે આણંદ રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના સૂત્રો અનુસાર સમારખા ગામ અને આસપાસના વિસ્તારમાં કાગળીયા અને પ્લાસ્ટીક વીણીને ગુજરાન ચલાવતા બે યુવકો કામકાજ દરમિયાન નહેરના પાણીમાં નહાવા પડ્યા હતા. જે નહેરના ધસમસતા પાણીના પ્રવાહમાં એક યુવક તણાઈ જતા બીજાે યુવક તેને બચાવવા ગયો હતો.

પરંતુ પાણીનું વહેણ ખૂબ તેજ ગતિએ વહેતું હોઈ બંન્ને યુવકો તણાવા લાગ્યા હતા. ગ્રામજનોએ આ દ્રશ્ય જાેતા તેમણે બુમાબૂમ અને કોલાહલ મચાવી હતી. જે દરમિયાન લોકટોળું એકત્ર થતાં અને આણંદ રૂરલ પોલીસ સુધી ઘટનાની માહિતી પહોંચતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ તરવૈયાઓની મદદ દ્વારા બંન્ને યુવકોના મૃતદેહને બહાર કાઢી ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી. જે દરમિયાન પોલીસને નહેર પરથી કાગળીયા તેમજ પ્લાસ્ટીકના કોથળાઓ મળી આવ્યા છે. બંન્ને યુવકો કોણ અને ક્યાંના છે તે અંગે હજી સુધી કોઈ ઓળખ થવા પામી નથી. પોલીસે બંન્નેના મૃતદેહોને પીએમ માટે આણંદની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts