ઈંગોરાળા જાગાણી ગામે સ્વ વલ્લભભાઈ ભીમજીભાઈ આસોદરિયા નું દેહાંવસાન થતાં સદગત ની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું

દામનગર ઈગોરાળા જાગાણી ગામે ચક્ષુદાન સ્વ વલ્લભભાઇ ભીમજીભાઇ આસોદરીયા નું અવસાન થતાં સદગત ની ઇચ્છાનુસાર સદગત ના પુત્ર રત્ન અને પરિવાર જનો દ્વારા સ્વ વલ્લભભાઈ ભીમજીભાઈ આસોદરિયા નું ચક્ષુદાન કરાયું હતું સદગત પરિવાર ના અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય મયૂરભાઈ અને કિશોરભાઈ આસોદરિયા એ જણાવ્યું હતું કે વ્યક્તિ દૈહિક રૂપે સદેહ ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જીવન પર્યન્ત જીવંત છે તેમની ઇચ્છાનુસાર ચક્ષુદાન નો નિર્ણય કરી દામનગર સામાજિક સંસ્થા ના દર્શનભાઇ માધવાણી અને રજનીભાઇ ધોળકીયા દિલીપભાઈ ભાતિયા નો સંપર્ક કરાયો અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા ના સેક્રેટરી મેહુલ વ્યાસ મનીષ પરમાર દ્વારા ઈંગોરાળા જાગાણી ખાતે આવી સ્વ વલ્લભભાઈ આસોદરિયા નિવાસસ્થાને સદગત ની ઇચ્છનુસાર ચક્ષુદાન સ્વીકાર્યું હતું
Recent Comments