અમરેલી

કોશિશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં રક્તદાન શિબિર માં રક્તદાતા ઓને સુરક્ષા પ્રદાન હેલ્મેટ અર્પણ કરશે

બારડોલી તા.૧૦ અનેક વિધ સેવા નો પર્યાય કોશિશ ચેરીટેબલ ટ્રસ્ટ બારડોલી દ્વારા અનોખો રક્તદાન કેમ્પ યોજાશે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં તા.૧૩/૩/૨૨ ના રોજ રક્તદાન કેમ્પ રક્તદાતા ઓને સુરક્ષા પ્રદાન માટે હેલ્મેટ અર્પણ કરાશેછેલ્લા ૬ વર્ષ થી બારડોલી અને આજુ બાજુ ના અંતરયાળ વિસ્તારમાં મા અનેક સેવાકીય  કાર્ય નિરંતર કરતી સંસ્થા દ્વારા અત્યંત નજવા દરે ડિજિટલ એક્સ રે સેંટર અને લેબોરેટરી ચાલે છે જેમાં આ વિસ્તાર ના લોકો આરોગ્ય માટે લાભ લઈ રહ્યા છે 

સંસ્થા વિસ્તાર ની વિધવા માતાઓ ને બહેનો ની આજીવિકા માટે મદદરૂપ થાય છે રાશન કીટ તેમજ રોજગાર માટે સિલાઇ મશીન ની સાથે યોગ્ય મદદ કરે છે વધતા જતા માર્ગ અકસ્માત ને ધ્યાન મા રાખી સંસ્થા દ્વારા દર વર્ષે બ્લડ ડોનેસન કેમ્પ રાખવા મા આવે છે જેમાં દરેક રક્ત દાતા ને સંસ્થા દ્વારા ISI માર્ક નો હેલ્મેટ ભેટ સ્વરૂપ આપવા મા આવે
બ્લડ ડોનેસન સાથે માર્ગ સેફટી ના ઉમદા હેતુ સાથે તારીખ ૧૩/૦૩/૨૦૨૨ રવિવાર ના રોજ કેમ્પ રાખવા મા આવેલ છે સ્થળ પુનિત સ્કૂલ કેમ્પસ સમય  સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી યોજાનાર રક્તદાન કેમ્પ માં રક્તદાન કરનાર રક્તદાતા ઓને સુરક્ષા પ્રદાન કરતું હેલ્મેટ અર્પણ કરાશે તેમ સંસ્થા ના અમિતભાઇ નરમાની ની યાદી માં જણાવ્યું હતું 

Follow Me:

Related Posts