fbpx
ગુજરાત

સુરતથી કિમ પાસે ટ્રેન પર પથ્થર મારો કરવામાં આવ્યો

સુરત નજીક કિમ સ્ટેશન પાસે તેજસ એક્સપ્રેસ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો. એને કારણે ટ્રેનના કોચના કાચ અને બર્થને નુકસાન થયું હતું. માહિતી આપતાં વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે સુરતથી ટ્રેન રવાના થયા બાદ જ્યારે કિમ સ્ટેશન નજીક પહોંચી હતી ત્યારે અજાણ્યા શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ટ્રેનના સી – ૪ અને સી – ૬ કોચની વિન્ડોને નુકસાન થયું હતું. જાેકે મુસાફરોનો બચાવ થયો હતો અને સમયસર નીચે નમી ગયા હતા, જેને કારણે તેમને કોઈ ઈજા થઈ નહોતી. કોસંબા રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. કિમ રેલવે સ્ટેશન પાસે સુરતથી ઊપડેલી તેજસ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં સી-૪ અને સી-૬ કોચના કાચને નુકસાન થયું હતું. કાચ પર પથ્થરમારાનો અવાજ શરૂ થતાં મુસાફરોમાં ભય ફેલાઈ ગયો હતો.

Follow Me:

Related Posts