૨૦ માર્ચે વડાપ્રધાન અને ગૃહમંત્રી ધર્મજીવન-ગાથા ગ્રંથનું વિમોચન કરશે
ભગવાન સ્વામિનારાયણની સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ આજથી ૭૫ વર્ષ પૂર્વે રાજકોટમાં ૧૯૪૮માં ઉગતી આઝાદીના સમયે ગુરુકુલની સ્થાપના કરી. શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ આ શિક્ષાપત્રીના સંદેશાને ઝીલ્યા અને ગુરુકુલ સંસ્કૃતિનું ધરતી ઉપર પુનરાગમન થયું. સદ્વિદ્યાના માધ્યમથી અન્નદાન, વિદ્યાદાન અને અભયદાનનું સદાવ્રત માંડનારા સંત શાસ્ત્રીજી મહારાજના અક્ષરધામ સિધાવ્યા ૩૪ વર્ષ જેટલો સમય પસાર થયો છે. શાસ્ત્રીજી મહારાજના શિષ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સતત આઠ વર્ષ પરિશ્રમ કરી ધર્મજીવનગાથા ગ્રંથનું છ ભાગમાં આલેખન કરેલ છે. છ ભાગમાં તૈયાર થયેલ આ ભવ્ય ગ્રંથનો વિમોચન સમારોહ ભાવવંદના પર્વ સ્વરુપે આગામી ૨૦ મી માર્ચે સાંજે ૫ કલાકે છારોડી ગુરુકુલ ખાતે વિશાળ ક્રિકેટ મેદાનમાં પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ઉજવાશે.
આ મહોત્સવમાં સંપ્રદાયના મૂર્ઘન્ય સંતો તેમજ સનાતન પરંપરાના ધર્માચાર્યો, સાહિત્યકારો, રાજકીય પુરુષો અને હજારો હરિભકતો પણ પધારશે.આ ઉપરાંત ભારતના વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ, મુખ્ય મહેમાન તરીકે અમિતભાઇ શાહ, અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને દિલ્હી હાઇકોર્ટ ચીફ જસ્ટીસ ડી.એન.પટેલ પણ પધારશે. આ ઉપરાંત આ મહોત્સવમાં મહામંડલેશ્વર અવિચલદાસજી મહારાજ, હિન્દુધર્મ આચાર્ય સભાના કન્વીનર પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, જગતગુરુ સ્વામી ર્નિમલાનંદજી નાથ ચુનચુનગીરી કર્ણાટક, દિલીપદાસજી મહારાજ જગન્નાથજી મંદિર, આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ જામનગર, દેવપ્રસાદજી મહારાજ આણંદાબાવા આશ્રમ જામનગર, ચૈતન્ય શંભુદાસજી મહારાજ અમદાવાદ પણ પધારશે. આ ઉપરાંત શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર, શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર, જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલ, શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી વડતાલ, ધમર્પ્રિયદાસજી સ્વામી – બાપુસ્વામી ધંધુકા, દેવનંદનદાસજી સ્વામી જુનાગઢ, ધર્મવલ્લભદાસજી સ્વામી સુરત વેડ રોડ, નીલકંઠચરણદાસજી સ્વામી જેતપુર, દેવપ્રકાશદાસજી સ્વામી વડતાલ ચેરમેન, સંતવલ્લભદાસજી સ્વામી વડતાલ, ભાનુપ્રકાશદાસજી સ્વામી ગઢપુર, નિત્યસ્વરુપદાસજી સ્વામી સરધાર, ભકિતપ્રિયદાસજી સ્વામી ગઢડા, લક્ષ્મીનારાયણદાસજી સ્વામી ગઢડા, બાલકૃષ્ણદાસજી સ્વામી ફણેણી, ભકિતજીવનદાસજી સ્વામી હરિયાળા, ભક્તિસંભવદાસજી સ્વામી અમરેલી, વગેરે ધર્મસ્થોમાંથી અનેક સંતો તથા હજારો હરિભકતો પણ પધારશે.
Recent Comments