મહેસાણાના ગામડાના મુસાફરો બસો ન આવતા પરેશાન થયા
મહેસાણા એસટી ડેપોથી ૧૮ બસો અમદાવાદમાં યોજાયેલા પંચાયત મહા સંમેલન કાર્યક્રમ માટે ફાળવતાં આ રૂટની ૩૨૩ ટ્રીપો રદ થતાં મુસાફરોને રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. મુખ્યત્વે ગામડાની ટ્રીપો રદ થતાં હાલ કોલેજની પરીક્ષા ચાલતી હોઇ છાત્રો તેમજ મુસાફરોને ખાનગી વાહન પકડવા પડ્યા હતા. પણ ખેલ મહાકુંભ માટે ૧૯ બસો ફાળવેલી હોઇ બીજા દિવસે પણ મુસાફરોને હાલાકી વેઠવી પડશે. મહેસાણા એસટી ડેપોમાં સુધી લોકલ રૂટની બસો લાંબા સમય સુધી નહીં આવતાં મુસાફરો પ્રતિક્ષા કરતા જાેવા મળ્યા હતા. કંટ્રોલરૂમમાં સતત મુસાફરોનો પૂછપરછ માટે ધસારો રહ્યો હતો. જ્યાં બસ નથી, મોડા મૂકાશે, આવશે એટલે ઉપડશે તેવા જવાબો મળતાં મુસાફરોમાં રોષ જાેવા મળ્યો હતો. મોટાભાગે એક્સપ્રેસ બસોની ટ્રીપો રાબેતા મુજબ ચાલુ રહી હતી. રોડ ટુ રોડ ટ્રીપો રદ થઇ હતી. ૧૯ બસ કાર્યક્રમમાં ફાળવેલી હોઇ લોકલ ટ્રીપો અસરગ્રસ્ત રહેશે.
Recent Comments