fbpx
ગુજરાત

વડોદરામાં અભયમની ટીમે દાંપત્ય જીવન તૂટતાં બચાવ્યું

દરેક વ્યક્તિ માટે મોબાઇલ ફોન અવિભાજ્ય અંગ સમાન બની ગયો છે. પરંતુ, ક્યારેક મોબાઇલ ફોન સુખી દાપંત્ય જીવનમાં વિલનરૂપ પુરવાર થતો હોય છે. વડોદરામાં નોકરી કરતી પત્ની ઉપર ઓફિસમાંથી અવારનવાર આવી રહેલા ફોનથી ત્રસ્ત પતિ પોતાના ૧૧ માસના બાળકને લઈ ફરાર થઇ ગયો. જાેકે, અભયમ ટીમે પતિને સમજાવી બાળકને તેની માતાને પરત અપાવવા સાથે દંપતીનું કાઉન્સિલીંગ કરી દાપંત્ય જીવન પણ તૂટતાં બચાવી લીધું હતું. મારું ૧૧ માસનું બાળક લઇ પતિ ભાગી ગયેલા છે. બાળક નાનું હોવાથી મારા વગર રહી શકે તેમ નથી. બાળક અપાવવા વિંનતી કરી હતી. માતાની બાળક અપાવવા માટેની વિનંતીને બાપોદ પોલીસ મથકની અભયમ રસ્ક્યુ ટીમે ગંભીરતાથી લઈ એક્શનમા આવી હતી. બાળક લઈ ફરાર થઇ ગયેલા પતિને શોધી કાઢ્યો હતો. પતિનું અસરકારક કાઉન્સિલીંગ કરી સમજાવ્યો હતો અને બાળકને તેની માતાને અપાવ્યું હતું. અભયમ ટીમની તપાસમાં વડોદરામા નોકરી કરતાં મયુરીબેનને નોકરી સંબંધી તેમની ઓફિસમાંથી કોલ આવતા હતાં.

પતિને શંકા હતી કે પત્નીને અન્ય વ્યક્તિના કોલ આવે છે. જે બાબતને લઇ બંને વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા. પત્ની મયુરીબેને પતિને જણાવેલ કે મારે કોઈ અન્ય સબંધ નથી. પરતું નોકરીમાં કામ બાબતે કોલ આવે છે. પરંતુ પતિના માનસમાં શંકા ઘર કરી ગઇ હતી. જેના કારણે પતિ પોતાના સંતાનને તેની માતાથી દૂર લઈ જવાના ઇરાદે ૧૧ માસના બાળકને લઈ જતો રહ્યો હતો. આ કિસ્સામા મોબાઇલ ફોન સુખી દાંપત્ય જીવન વચ્ચે વિલનરૂપ બન્યો હતો. જાેકે, અભયમ ટીમે દંપતીનું અસરકારક કાઉન્સિલીંગ કરી સમજાવ્યા હતા. અભયમ ટીમે દંપતીને જણાવ્યું કે, એક બીજાને શંકા આવે તેવું કાર્ય કરવું નહીં અને ખુલ્લા મન સાથે વાતચીત કરવી. જેથી બંને વચ્ચે આત્મીયતા અને વિશ્વાસ વધે છે. પતિને સમજાવ્યું કે નોકરી સબંધી કોઈ કોલ આવે તેમાં શંકા કરવાની જરૂર નથી. મયુરીબેનને પણ માહિતી આપેલ કે તમારી ફરજ દરમિયાનનું કાર્ય કમ્પ્લેટ કરવું. જેથી આ બાબતને લઇ તમને કોઇ ઘરે કોલ ન કરે અને ઓફિસમાં પણ જણાવવું કે કોઈ ઇમરજન્સી સિવાય ઓફ ડ્યુટીમા કોલ કરવા નહીં. અભયમના કાઉન્સિલીંગ બાદ દંપતીએ પોતાની ભૂલ કબૂલી હતી. નાનું બાળક માતા સિવાય રહી શકે નહીં. તેમ પતિને લાગતા બાળક ખૂશીથી પત્ની મયુરીબેનને આપ્યું હતું. મોબાઇલ ફોન દ્વારા થતા કોલ મેસેજથી વિખવાદ થતા કોલ આવે છે. જેમાં દરેકને ખાસ ભલામણ છે કે મોબાઇલ જીવનનો એક જરૂરી હિસ્સો બની ગયો છે. પરંતુ તેનાં દ્વારા આપણા પરિવારમાં વિખવાદ વધે નહીં તેની ખાસ કાળજી રાખવી અને તેનો વિવેક બુધ્ધિથી ઉપયોગ કરવો જાેઇએ.

Follow Me:

Related Posts