fbpx
ગુજરાત

સુરતની કિશોરીએ એર પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યું

સુરતની કિશોરીએ અમદાવાદમાં એર પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ પર નિશાન મારી સુરતનું ગૌરવ વધાર્યું છે. ૧૩ વર્ષીય રૂતિકાનું કહેવું છે કે સતત પરિશ્રમ અને પ્રેક્ટિસ કરવાથી ગોલ્ડનો ગોલ પૂરો થઈ શકે છે બસ જરૂર છે મક્કમતાની. આ ગોલ્ડ સુરતની બહેનપણી અને શિક્ષકોને અર્પણ કરું છું. હવે નેશનલ અને ત્યારબાદ ઓલમ્પિકમાં સુરતનું પ્રતિનિધિત્વ કરી વિદેશમાં પણ સુરતી શૂટરનો ડંકો વગાડવો છે. તેઓ પોતે એક સ્પોર્ટ ખેલાડી છે. ઓરિસ્સામાં એક સ્પોર્ટ્‌સ ઇવેન્ટમાં ભાગ લેવા ગયા હતા. ત્યારે રૂતિકાએ પોતાના જેવી બાળ વિદ્યાર્થિનીઓને સ્પોર્ટ્‌સમાં એક્ટિવ જાેઈ એની પ્રેરણા જાગી હતી. પપ્પા કંઈ બનવું છે એવું કહેતી રૂતિકાએ એર પિસ્તોલ સ્પર્ધાને પસંદ કરી અને ૨ વર્ષમાં ૪ ગોલ્ડ સહિત ૮ મેડલ હાંસલ કર્યા છે.

અમદાવાદમાં ૫થી ૭ માર્ચ દરમિયાન યોજાયેલી એર પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયન શીપમાં રૂતિકાએ ભાગ લઈ ગોલ્ડ મોડલ મેળવ્યો છે. રૂતિકા ધોરણ-૮માં અભ્યાસ કરે છે. સવારની શાળા, બપોરે ટ્યુશન અને ત્યારબાદ હોમ વર્ક વચ્ચે એર પિસ્તોલની પ્રેક્ટિસ કરે છે. આખો દિવસ વ્યસ્ત રહેતી રૂતિકાનું બાળપણ પાછળ છોડી ગોલ ઉપર નિશાન મારવાનો પ્રયાસ કરી રહી છે. એની એક જ ઈચ્છા છે કે આગામી ઓલમ્પિક હોય કે ખેલ મહાકુંભ બસ સુરતથી દેશનું પ્રતિનિધિત્વ કરું અને સમાજનું જ નહીં સુરત અને દેશનું નામ રોશન કરું ત્યારબાદ જ મારો ગોલ પૂરો થશે.

Follow Me:

Related Posts