fbpx
અમરેલી

ડિઝલના ભાવવધારાના ડામથી મત્સ્યોદ્યોગ દાઝયો : દરિયાકાંઠાના ઉદ્યોગોનું પ્રદુષણે મત્સ્યોદ્યોગને મૃતપાય બનાવી દીધો

ગુજરાત ૧૬૦૦ કીમી લાંબો દરિયાકિનારો ધરાવે છે અને મત્સ્યોદ્યોગ સરકારને કરોડો રૂપિયાનું હુંડીયામણ રળી આપવા ઉપરાંત અનેક લોકોને રોજગારી પણ આપે છે. તેમ છતાં મત્સ્યોદ્યોગ સમસ્યાના સાગર સામે હંમેશા ઝઝુમતો આવ્યો છે. એ પછી વાવાઝોડાનું સંકટ હોય, પાકિસ્તાન મરીન સિક્યુરીટી આતંક હોય કે પછી ડિઝલ ભાવવધારાનો ડામ હોય. આવી કપરી પરિસ્થિતીમાં મત્સ્યોદ્યોગ પસાર થઇ રહ્યો છે. સરકારની યોજનાઓ ક્યાંક ઘાવ ઉપર મલમરૂપી પુરવાર થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ સાગર પરિક્રમા યાત્રા દરમિયાન માછીમાર લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાય બાદ પણ માછીમારોને આર્થિક સંકડામણનો ડંખ ક્યાંક સતાવી રહ્યો છે. ડિઝલના ભાવમાં થતા સતત ભાવવધારાના કારણે મત્સ્યોદ્યોગ આર્થિક મંદીના કિનારે આવીને ઉભો છે. પોરબંદર ના ફિશના વ્યવસાય સાથે જોડાયેલા અશોકભાઇ ગોહેલ એવું જણાવ્યું હતું કે હાલ ઉનાળાનો સમય છે ત્યારે માછલીની આવક પુષ્કળ પ્રમાણમાં હોય છે પરંતુ ડિઝલના ભાવવધારાના કારણે માછીમારોને દરિયો ખેડવો પરવડે તેમ નથી. તો બીજી તરફ દરિયાકાંઠાના ઉદ્યોગોનું પ્રદુષણે મત્સ્યોદ્યોગને મૃતપાય બનાવી દીધો છે. સામાન્ય રીતે અત્યારે માછલીની પુષ્કળ આવક થતી હોય છે પરંતુ ડિઝલના ભાવવધારાના કારણે માછીમારોને દરિયો ખેડવો પરવડે તેમ નથી. જેના કારણે અનેક બોટ કિનારે લાંગરી દેવામાં આવી છે તો બીજી તરફ પ્રદુષણના પાપે માછલીની આવકમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. હાલના સમયમાં ખાગી, લાલી, બાગડ, યુગન સહિતની નાની-મોટી માછલીનો જથ્થો મળે છે. હાલ છાપરી, સુરમાઇ, હલવા, પાપલેટ જેવી મુખ્ય માછલીનો પુરતો જથ્થો મળતો નથી. જેથી દરિયો ખેડયા બાદ પુરતુ વળતર મેળવવું મુશ્કેલ બન્યુ છે. એક બોટ દરિયો ખેડવા માટે જાય તો સામાન્ય રીતે અઢીથી ત્રણ લાખ જેવો ખર્ચ થાય છે જેની સામે માછલીનો પૂરતો જથ્થો મળતો નથી  વર્ષે વાર્ષિક ડિઝલનો ક્વોટો ર૬ હજાર લીટર કરવામાં આવ્યો છે. જે નીયત કરેલો ક્વોટા છે તેના કરણા ડિઝલનો વધુ ઉપયોગ થાય છે જેના કારણે ખુલ્લી બજારમાંથી ડિઝલની ખરીદી કરવી પડે છે. જેના કારણે આર્થિક ભારણ વધે છે. ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે સરકાર નિયત કરેલી સબસીડી આપે છે તેમ છતાં ડિઝલનો ભાવ વધારો માછીમારોને પરવડે તેમ નથી

Follow Me:

Related Posts