અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભનો દબદબાભેર શુભારંભ
પ્રથમ શાળાકક્ષાએ અને ત્યારબાદ તાલુકાકક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે
ગત ૧૨ માર્ચના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ ૧૪ માર્ચથી શરૂઆત થઇ છે. ખેલ મહાકુંભમાં વિવિધ વયજૂથ મુજબની રમતોમાં ભાગ લેવા અંગેનું રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ખેલાડીઓ શાળા અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓમાં તબક્કાવાર ભાગ લઈ શકશે. તા.૧૪/૦૩/૨૦૨૨થી શાળા અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ થશે. તા.૨૦/૦૩/૨૦૨૨નાં રોજથી તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તબક્કાવાર શરુ થશે. અમરેલી તાલુકા માટે કન્વીનરશ્રી પી.ડી.મિયાણી- ૯૪૨૭૦૨૧૦૦૭, સાવરકુંડલા તાલુકા માટે કન્વીનરશ્રી ચેતનભાઈ ગુજરિયા ૯૬૨૪૨૯૪૯૪૬ ધારી તાલુકા માટે- માનસિંગભાઈ બારડ- ૯૪૨૬૧૩૦૦૭૭ – લીલીયા તાલુકા માટે કન્વીનરશ્રી કે.ડી.ડાવેરા-૯૮૨૫૭૬૪૧૪૮, બાબરા- તાલુકા માટે કન્વીનરશ્રી – ક્રિષ્નાબેન ચૌધરી- ૯૪૨૭૩૨૨૫૪૩- લાઠી તાલુકા માટે કન્વીનરશ્રી, હીનાબેન ટીબડીયા-૯૪૨૯૮૯૩૬૨૩ કુંકાવાવ- તાલુકા માટે કન્વીનરશ્રી એમ.જિ.મોરી-૯૭૨૫૮૪૪૯૫૬ બગસરા- તાલુકા માટે કન્વીનરશ્રી આર.એ.પરમાર- ૯૯૦૪૯૨૫૬૫૬ ખાંભા તાલુકા માટે કન્વીનરશ્રી એ.આર.ગોહિલ ૯૯૦૪૫૯૩૭૮૩ રાજુલા તાલુકા માટે કન્વીનરશ્રી રમેશભાઈ ડેરવાળીયા-૯૩૭૬૨૨૦૦૬૬ જાફરાબાદ તાલુકા માટે કન્વીનરશ્રી ભાવેશભાઈ વેકરીયા-૯૭૨૩૧૦૨૨૯૩ નો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગતો માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી બહુમાળી ભવન સી, બ્લોક-સી, પ્રથમ માળ, રૂમ ૧૧૦/૧૧૧ ઓફીસ નંબર – ૦૨૭૯૨-૨૨૩૬૩૦ અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે.
Recent Comments