ખેડામાં કન્ટેનર પાછળ બાઈક ઘૂસી જતાં ૪ મિત્રોના મોત
ખેડા જિલ્લાના માતર પંથકમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૪૮ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સોખડા નજીક વેસ્ટન હોટલ પાસેથી પસાર થતા ૪ સવારી મોટરસાયકલ નં (જીજે-૨૭-એન-૨૧૦૨)ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા હાઈવેની સાઈડમાં આવેલ હોટલના પાર્કિંગમાં ઊભી રહેલી અશોક લેલન્ડ કન્ટેનર નંબર (જીજે-૨૩-એટી-૬૪૫૦)ની પાછળ મોટરસાયકલ ઘુસાડી દીધું હતું.આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ચાર લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા છે. જેમાં ત્રણ યુવાનો તથા એક કિશોર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ માતર પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. જે બાદ મરણજનારના તમામ લોકોની ઓળખ છતી કરવામાં આવી હતી. મરણ જનાર તમામ લોકો મિત્રો થતા હતા અને ગતરોજ નડિયાદ મુકામે બાઈક ડીટેઈન કરાયું હતું. જેને છોડાવવા આ તમામ મિત્રો અમદાવાદથી નડિયાદ આવ્યા હતા. જે બાદ એક જ મોટરસાઇકલ પર આ ચારેય લોકો અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે આ કસ્માત સર્જાયો છે. અકસ્માત જાેતા મોટરસાયકલ ઓવરસ્પીડમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. ઓવરસ્પીડે વાહન હંકારતા ચાર મિત્રો મોતના મુખમાં ધકેલાતા ચારેયના પરિવારોમાં હૈયાફાટ આક્રંદ જાેવા મળ્યો છે.
આ તમામના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવતા રોકકડથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું. પોલીસે આ મરણજનાર તમામને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.ખેડાના માતર નજીકના નેશનલ હાઇવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં ૧ કિશોર સહિત ૩ યુવાનો મિત્રો મોતના મુખમાં ધકેલાયા છે. ૪ સવારી ઓવરસ્પીડમા મોટરસાયકલ હંકારી હાઈવે નજીકના હોટલના પાર્કીગમા પાર્ક કરેલ કન્ટેનર પાછળ ઘૂસાડી દીધું હતું. જેમાં બાઈક પર સવાર ૪ લોકોના કમકમાટીભર્યા ઘટના સ્થળે મોત નિપજયા છે. આ બનાવ બાદ ૪ મૃતકના પરિવારજનોમા હૈયાફાટ આક્રંદ જાેવા મળ્યો છે. આ બનાવ સંદર્ભે માતર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Recent Comments