મિસાઈલ હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો
રશિયા યુક્રેન યુદ્ધથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આ યુદ્ધના કારણે વિશ્વમાં ઈંધણ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. યુએસ અને યુકે જેવી મજબૂત અર્થવ્યવસ્થાઓ પણ તેમની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન ઈરાને ઈરાકમાં અમેરિકી કોન્સ્યુલેટ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. ઈરાની સેનાએ પોતે સ્વીકાર્યું છે કે ઈરાક પર છોડવામાં આવેલી ૧૨ બેલેસ્ટિક મિસાઈલો પાછળ તેનો હાથ છે. જાે કે, ઈરાની સેનાએ દાવો કર્યો છે કે તેણે આ મિસાઈલો દ્વારા ઈરાકમાં ઈઝરાયેલના ટાર્ગેટને નિશાન બનાવ્યા છે. અમેરિકાએ ઈરાની સેનાના આ મિસાઈલ હુમલાની સખત નિંદા કરી છે. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે અમે ઈરાનને જવાબદાર ઠેરવવામાં ઈરાકી સરકારને સમર્થન આપીશું.
અમે ઈરાન તરફથી સમાન જાેખમોનો સામનો કરવા માટે સમગ્ર મધ્ય પૂર્વમાં અમારા સહયોગીઓને સમર્થન આપીશું. યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું છે કે તેમનો દેશ ઇરાકની સંપૂર્ણ સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતાની પાછળ ઉભો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે આ મિસાઈલ હુમલાથી ઈરાકમાં કોન્સ્યુલેટને નુકસાન થયું નથી. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા પાસે એવા કોઈ પુરાવા નથી કે ઈરાકી સૈન્યએ તેમના દેશને નિશાન બનાવીને મિસાઈલો છોડી હતી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે તેની વેબસાઈટ પર જણાવ્યું કે તેમણે ઈરાકના ઈરબિલમાં ઈઝરાયેલના જાસૂસી કેન્દ્રને નિશાન બનાવ્યું છે. જાે કે, આ હુમલા વિશે કોઈ વિગત આપી નથી, પરંતુ ચોક્કસપણે કહ્યું કે ઈઝરાયેલ આ દિવસોમાં ખૂબ જ આક્રમકતા બતાવી રહ્યું છે.
તાજેતરમાં, ઇઝરાયેલના હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડના બે સૈનિકો માર્યા ગયા હતા. ઈરાનની સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ઈરાને, ઈરાક પર ૧૦ ફતેહ મિસાઈલો છોડી હતી, જેમાં ઘણી ફતેહ-૧૧૦ મિસાઈલોનો પણ સમાવેશ થાય છે. ફતેહ ૧૧૦ મિસાઈલ લગભગ ૩૦૦ કિમી (૧૮૬ માઈલ)ની રેન્જ ધરાવે છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકાની પ્રતિક્રિયા જાેતા માનવામાં આવે છે કે આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. બાઈડન વહીવટીતંત્ર રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તણાવના કોઈ નવા મોરચા ખોલવા માંગતો નથી. બીજી તરફ ઈરાન પર કાર્યવાહી કરવાથી ત્રીજા વિશ્વ યુદ્ધનું જાેખમ પણ વધી શકે છે. ઈરાનના આ મિસાઈલ હુમલામાં અમેરિકાને કોઈ નુકસાન થયું નથી. આવી સ્થિતિમાં, બાઈડન પ્રશાસન પાસે ઈરાન સામે પગલાં ન લેવાનું નક્કર કારણ પણ છે.
Recent Comments