સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરના સાણોદરમાં કાર પલ્ટી જતાં બેના મોત

ભાવનગર-તળાજા હાઇવે પર હોન્ડા સીટી કાર નંબર(નજીજે-૦૬-એચએસ-૧૮૫૯)જઈ રહી હતી. તે દરમિયાન સાણોદર ગામના પાટિયા પાસે આવેલી વસિલા હોટેલ પાસે કાર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર ખાળિયામાં ખાબકતા બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. જેમા તળાજા તાલુકાના રાજપરા ગામના સરપંચ પરેશભાઈ મકોડભાઈ ધામેલીયા અને તળાજા તાલુકાના પાંચપીપળા ગામના પ્રવીણભાઈ દેવરાજભાઈ ઇટાળીયાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.

બનાવ અંગેની જાણ થતાં ઘોઘા પોલીસને થતા ઘોઘા પીએસઆઈ આર.બી.વાઘીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનું પંચરોજ કામ કરી લાશને પી.એમ અર્થે ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. બનાવના પગલે સામાજિક અને રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ગંભીર અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.ભાવનગરના સણોદર ગામના પાટિયા પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા ખાળીયામાં ખાબકી હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. બનેલા આ બનવાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે.

Related Posts