રાષ્ટ્રીય

કોસ્ટલ સિક્યોરિટીમાં ફરજ બજાવતા તમામ જવાનોને હંગામીની જગ્યાએ કાયમી નોકરી અપાશે

દરિયામાં પેટ્રોલિંગ કરતા કોસ્ટલના જવાનોને કાયમી નોકરી મળશે. ખાસ કરીને દરિયાઈ માટે થતી ઘુસન ખોરી રોકવા માટે દેશભરમાં આ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.   ગુજરાતમાં કોસ્ટલ સિક્યોરિટીમાં ફરજ બજાવતા જવાનો અત્યાર સુધી હંગામી ધોરણે કામ કરતા હતા. તેમના તરફી ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. દ્રગ્સ જેવા દૂષણોને પકડવા માટે કૉસ્ટલ ગાર્ડ ઘણી મહેનત કરે છે.    

કોસ્ટલ સિક્યોરિટી માં ફરજ બજાવતા તમામ જવાનોની નોકરી કાયમી ગણાશે. ગુજરાત હાઈકોર્ટે તેમના તરફી મહત્વનો ચુકાદો આપ્યો હતો. રાજ્યના દરિયામાં પેટ્રોલિંગ કરતી 30 બોટના જવાનોને મળશે કાયમી નોકરી.    ખાસ કરીને મુંબઈમાં 26/11 બનેલી ઘટના બાદ દેશભરમાં કોસ્ટલ સિક્યોરિટી ફોર્સ વધારવામાં આવી હતી. દેશના અન્ય રાજ્યોમાં ફરજ બજાવતા જવાનોને પણ આ લાભ મળતો હતો. ત્યારે ગુજરાતના જવાનોને અત્યાર સુધી હંગામી રીતે ગણવામાં આવતા હતા. કોષ્ટલ સિક્યુરિટીમાં ફરજ બજાવતા તમામને નોકરી હવેથી કાયમી આપવામાં આવશે એટલે કે તેમની નોકરી જ કાયમી ગણાશે.    ગુજરાત હાઇકોર્ટમાં આ અપીલ કરી હતી. સમુદ્રી સુરક્ષામાં તહેનાત રહેતા કોસ્ટલ સિક્યોરિટી માટે કાયમી નોકરી આપવામાં આવશે. સિક્યુરીટી ફોર્સ 26/11 હુમલા બાદ વધારવામાં આવી હતી.

Related Posts