ભારતમાં શસ્ત્રોની આયાતમાં રશિયાનો હિસ્સો ૨૦૧૨-૧૭માં ૬૯ ટકાથી ઘટીને ૨૦૧૭-૨૧માં ૪૬ ટકા થયો હતો. સ્વીડન સ્થિત થિંક ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું હતું, જેના કારણે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ તેના પર અત્યંત આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. “૨૦૧૨-૧૬ અને ૨૦૧૭-૨૧ ની વચ્ચે ભારતમાં શસ્ત્રોની આયાતમાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે. તેમ છતાં, ભારત ૨૦૧૭-૨૧માં વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર રહ્યો અને આ સમયગાળા દરમિયાન વિશ્વમાં શસ્ત્રોની કુલ આયાતમાં ભારતનો હિસ્સો ૧૧ ટકા રહ્યો.” ૨૦૧૨-૧૬ અને ૨૦૧૭-૨૧ના સમયગાળામાં રશિયા ભારતને મોટા હથિયારોનો સૌથી મોટો સપ્લાયર હતો, પરંતુ આ બે સમયગાળા દરમિયાન ભારતમાં રશિયન શસ્ત્રોની આયાતમાં ૪૭ ટકાનો ઘટાડો થયો હતો. કારણ કે રશિયન શસ્ત્રો માટેના ઘણા મોટા કાર્યક્રમો બંધ હતા. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે તેના શસ્ત્ર સપ્લાયર બેઝને વૈવિધ્યીકરણ કરવાના ભારતના વધતા પ્રયાસોને કારણે કુલ ભારતીય શસ્ત્રોની આયાતમાં રશિયાનો હિસ્સો ૬૯ ટકાથી ઘટીને ૪૬ ટકા થયો છે.
તેનાથી વિપરીત, ફ્રાન્સમાંથી ભારતની શસ્ત્રોની આયાતમાં દસ ગણો વધારો થયો છે, જે તેને ૨૦૧૭-૨૧માં ભારતનો બીજાે સૌથી મોટો શસ્ત્ર સપ્લાયર બનાવે છે. ચીન અને પાકિસ્તાન તરફથી વધતા જાેખમો અને મોટા હથિયારોના સ્થાનિક ઉત્પાદનમાં નોંધપાત્ર વિલંબને કારણે ભારત પાસે હથિયારોની આયાત માટે વ્યાપક યોજનાઓ છે. “ભારતની શસ્ત્રોની આયાતમાં ઘટાડો સંભવતઃ તેની ધીમી અને જટિલ પ્રાપ્તિ પ્રક્રિયા તેમજ સપ્લાયર્સમાં ફેરફારનું કામચલાઉ પરિણામ છે,” અહેવાલમાં જણાવાયું છે. વૈશ્વિક સ્તરે, ૨૦૧૨-૧૬ અને ૨૦૧૭-૨૧ વચ્ચે રશિયાના શસ્ત્રોની નિકાસમાં ૨૬ ટકાનો ઘટાડો થયો હતો અને વૈશ્વિક શસ્ત્રોની નિકાસમાં તેનો હિસ્સો ૨૪ ટકાથી ઘટીને ૧૯ ટકા થયો હતો.
રશિયાએ ૨૦૧૭-૨૧માં ૪૫ દેશોને મોટા હથિયારો આપ્યા હતા. યુએસથી વિપરીત, ૨૦૧૭-૨૧માં રશિયાની નિકાસ ચાર દેશો – ભારત, ચીન, ઇજિપ્ત અને અલ્જેરિયા પર વધુ કેન્દ્રિત હતી. આ દેશોએ કુલ રશિયન શસ્ત્રોની નિકાસમાંથી ૭૩ ટકા હથિયારો મેળવ્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રીપોર્ટ પ્રમાણે ૨૦૧૨-૧૬ અને ૨૦૧૭-૨૧ વચ્ચે રશિયન શસ્ત્રોની નિકાસમાં એકંદરે ઘટાડો લગભગ સંપૂર્ણપણે ભારત (-૪૭%) અને વિયેતનામ (-૭૧%) માં શસ્ત્રોની નિકાસમાં ઘટાડો થવાને કારણે હતો.” છેલ્લા ૧૦ વર્ષોમાં હસ્તાક્ષર કરાયેલા કેટલાક શસ્ત્ર નિકાસ કરારો ૨૦૨૧ ના અંત સુધીમાં પૂર્ણ થયા હતા, જાેકે ઘણા મોટા રશિયન શસ્ત્રોનો પુરવઠો હજુ બાકી છે, જેમાં આઠ હવાઈ સંરક્ષણ પ્રણાલી, ચાર યુદ્ધ જહાજાે અને પરમાણુ સંચાલિત સબમરીનનો સમાવેશ થાય છે.



















Recent Comments