fbpx
રાષ્ટ્રીય

તમારા દાંત પર ચાંદી જેવી ચમક લાવવા માંગો છો, તો સવારે ઉઠીને વાસે મોંઢે લગાવો આ વસ્તુ….

તમારા દાંત પર ચાંદી જેવી ચમક લાવવા માંગો છો, તો સવારે ઉઠીને વાસે મોંઢે લગાવો આ વસ્તુ….

દાંતનો ઉપયોગ માત્ર ખોરાક ખાવા માટે જ થતો નથી, પરંતુ તે ચહેરાની સુંદરતા વધારવામાં પણ ઘણો ફાળો આપે છે. આપણા દાંત આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે અને સામેની વ્યક્તિ પર સારી કે ખરાબ છાપ પાડે છે. એટલા માટે હંમેશા દાંતનું ધ્યાન રાખવું જોઈએ. 

ડાઘવાળા દાંત આપણા વ્યક્તિત્વને બગાડે છે. જો તમારા દાંત પણ ગંદા થઈ ગયા હોય અને ઘણા પ્રયત્નો પછી પણ સાફ ન થઈ રહ્યા હોય તો નીચે જણાવેલ ઉપાયોથી તમે તમારા દાંતને તે પણ કુદરતી રીતે ચમકાવી શકો છો.

1. ખાવાનો સોડાઃ દાંત સાફ કરવા માટે ખાવાનો સોડા અને મીઠાનો ઉપયોગ કરવાથી દાંતના પીળાશ અને ડાઘ દૂર થાય છે.

2. ઓલિવ ઓઈલઃ ઓલિવ ઓઈલમાં એપલ વિનેગર મિક્સ કરીને દાંત સાફ કરો. આ ઉપાયથી દાંત સફેદ થઈ જશે અને મોઢામાં દુર્ગંધ પણ નહીં આવે.

3. સ્ટ્રોબેરીઃ સ્ટ્રોબેરીને સૂકવીને પાવડર બનાવો અને તેની મદદથી દાંત સાફ કરો. આ ઉપાય દાંતને પોલીશ કરવા માટે કારગર સાબિત થાય છે.

4. નારંગીની છાલ, તુલસીના પાન: નારંગીની છાલ અને તુલસીના પાનને સરખા ભાગમાં સૂકવીને બંનેનો પાવડર બનાવી લો. દરરોજ સવારે આ પાવડરને 3 ચપટી લો અને તેમાં 5 ટીપા લીંબુનો રસ મિક્સ કરો. આ પાવડરને રોજના ઉપયોગ માટે એક બોક્સમાં રાખો. થોડો સમય આ ઉપાય કરવાથી તમારા દાંત પણ સફેદ થઈ જશે અને દાંતની ગંદકી પણ ખતમ થઈ જશે.

આ ઉપાયોની મદદથી તમારા દાંત સફેદ તો થશે જ, સાથે જ મોંની દુર્ગંધ પણ દૂર થશે. તમે દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટને બદલે દરરોજ તેનો ઉપયોગ પણ કરી શકો છો. કારણ કે તે કુદરતી પેસ્ટ છે અને આયુર્વેદિક પણ.

Follow Me:

Related Posts