fbpx
ગુજરાત

લીંબડી રાજમહેલમાં ચોરી કરનાર ૦૬ તસ્કરોને LCB પોલીસે ઝડપી મુદામાલ સાથે ઝડપી પાડયા

લીંબડીના રાજ મહેલમાં ગત ફેબ્રુઆરીમાં ચોરીની ઘટના બની હતી. જેની તા. ૧લી માર્ચે ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે જિલ્લા પોલીસે નાશી છૂટેલ તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં રાજમહેલમાં અગાઉ ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સોની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. અને સુરેન્દ્રનગર LCB પોલીસે ૦૬ શખ્સોને રૂ. ૨૪.૦૮ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. … આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વર્ષ ૧૯૬૦માં લીબડી સ્ટેટના જયદીપસિંહ બાપુના માતાને બાપુના નાનાએ આપેલી ચાંદીની એન્ટીક વસ્તુઓની ચોરી થયાની ફરિયાદ નોંધાતા રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહ અને જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ તસ્કરોને ઝડપી પાડવા કડક સૂચનાઓ આપી હતી. આથી ડીવાય.એસ.પી એચ. પી.દોશી, લીંબડી ડીવાયએસપી સી.પી. મૂંધવાની સૂચનાથી એલસીબી પી.આઈ એમ.ડી.ચૌધરી. પીએસઆઈ વી.આર.જાડેજા સહિતના સ્ટાફે અગાઉ ધ્રાંગધ્રા, વાંકાનેર, ગોંડલ, મુળી, અને વઢવાણ રાજ મહેલમાં ચોરીના બનાવના આરોપીઓ પર નજર રાખવાની શરૂઆત કરી હતી. જેમાં લીંબડી રાજમહેલમાં ચોરી કરનાર ૦૬ શખ્સો ધ્રાંગધ્રા- હળવદ હાઈવે પર ફન પોઈન્ટ સામેની ખુલ્લી જગ્યામાં ટી.સી. પાસે હાજર હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ૦૬ શખ્શોને ઝડપી પાડયા હતા. 


(૧) દીલીપ પોપટભાઈ કુઢીયા, ઉ.વ.૩૫ (૨) અશોક ઉર્ફે કાબો ઉર્ફે નવીન નરશીભાઈ વીરમગામીયા, ઉ.વ.૩૩ (૩) કાટીયો નરશીભાઈ વીરમગામીયા, ઉ.વ.૩૦ (૪) સંજય પ્રભાભાઈ ધ્રાંગધરીયા, ઉ.વ.રપ (૫) કમલેશ ઉર્ફે કમો નરશીભાઈ વીરમગામીયા, ઉ.વ.૨૫ અને (૬) કાયાભાઈ પોપટભાઈ કુઢીયા, ઉ.વ રપ. તમામ રહેવાસી ધ્રાંગધ્રા

Follow Me:

Related Posts