ઉત્તરપ્રદેશ નવી કેબિનેટની બ્લૂ પ્રિન્ટ દિલ્હીની બેઠકમાં તૈયાર
ભાજપ યુપી કોર કમિટીએ રાજ્યમાં સરકારની રચના અંગે ચર્ચા કરવા માટે ૬ કલાક લાંબી મહત્વની બેઠક યોજી હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવ્યા બાદ નવી રાજ્ય કેબિનેટને અંતિમ સ્વરૂપ આપવા માટે દિલ્હીમાં બીજેપી મુખ્યાલયમાં એક બેઠક યોજાઈ હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ, યુપીના નામાંકિત સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, યુપી ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા બેઠકમાં જાેડાયા હતા. બેઠકમાં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે ૩૬ ઉમેદવારોના નામ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે શપથગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવનાર અગ્રણી ચહેરાઓના નામો પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે હોળી પછી થવાની શક્યતા સૂત્રોના જણાવ્યા અનુસાર. ભાજપે ૪૦૩માંથી ૨૫૫ બેઠકો જીતીને ઉત્તર પ્રદેશમાં સત્તા જાળવી રાખી અને ૪૧.૨૯ ટકા વોટ શેર મેળવ્યા.
યોગી આદિત્યનાથ છેલ્લા ૩૭ વર્ષમાં રાજ્યમાં સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરીને સત્તામાં પાછા ફરનારા પ્રથમ મુખ્યમંત્રી હશે. સાધુમાંથી રાજકારણી બનેલા યોગી આદિત્યનાથે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી ગોરખપુર શહેરી મતવિસ્તારમાંથી ૧,૦૩,૩૯૦ના માર્જિનથી જીતી હતી. તેમણે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુભાવતી ઉપેન્દ્ર દત્ત શુક્લાને હરાવ્યા હતા. સુભાવતી શુક્લાને ૬૨,૧૦૯ વોટ મળ્યા. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવ્યા બાદ, ભાજપ સ્થાનિક સંસ્થાઓ સત્તામંડળમાંથી ૯ એપ્રિલે યોજાનારી રાજ્ય વિધાન પરિષદની ૩૬ બેઠકોની દ્વિવાર્ષિક ચૂંટણીમાં બહુમતી મેળવવાની નજરમાં રહેશે. ઉત્તર પ્રદેશની ૧૦૦ સભ્યોની વિધાન પરિષદમાં હાલમાં ભાજપમાંથી ૩૫, સપાના ૧૭ અને બહુજન સમાજ પાર્ટીના ચાર સભ્યો છે. કોંગ્રેસ, અપના દળ (સોનેલાલ) અને નિષાદ પાર્ટી યુપી વિધાન પરિષદમાં એક-એક સભ્ય ધરાવે છે. હાલ ૩૭ બેઠકો ખાલી છે. કાઉન્સિલમાં વિપક્ષના નેતા અહેમદ હસનનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા સપાના ઘણા એમએલસી ભાજપમાં જાેડાઈ ગયા હતા. જેમાં નરેન્દ્ર સિંહ ભાટી, શત્રુદ્ર પ્રકાશ, રામા નિરંજન, રવિશંકર સિંહ પપ્પુ, સીપી ચંદ્રા, ઘનશ્યામ લોધી, શૈલેન્દ્ર પ્રતાપ સિંહ અને રમેશ મિશ્રાનો સમાવેશ થાય છે. બીએસપી એમએલસી સુરેશ કશ્યપ પણ ભાજપમાં જાેડાયા છે
Recent Comments