જાપાનમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપનો જાેરદાર આંચકો અનુભવાયો
જાપાનમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૩ હતી. આટલી વધુ તીવ્રતાના ભૂકંપ બાદ ઉત્તર-પૂર્વ કિનારાના કેટલાક ભાગો માટે સુનામીની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમા વિસ્તારના દરિયાકાંઠે ૬૦ કિમીની ઊંડાઈએ હતું. અને સ્થાનિક સમય અનુસાર રાત્રે ૧૧ઃ૩૬ પછી તરત જ, ઉત્તરપૂર્વ કિનારાના ભાગો માટે એક મીટરની સુનામી લહેરોની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ પહેલા ૨૨ જાન્યુઆરીએ જાપાનના દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ વિસ્તારોમાં આવેલા તીવ્ર ભૂકંપના કારણે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. શનિવારે બપોરે ૧.૦૮ કલાકે ભૂકંપ આવ્યો હતો.
રશિયન વેબસાઇટ સ્પુટનિકે સ્થાનિક મીડિયાને ટાંકીને આ માહિતી આપી હતી. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ક્યૂશુ ટાપુની નજીક ૧ વાગ્યા પછી તરત જ ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ૪૦ કિલોમીટર (૨૪.૮ માઇલ) ની ઊંડાઈ પર સ્થિત હતું. જાપાનની ક્યોડો ન્યૂઝ એજન્સી અનુસાર, મિયાઝાકી, ઓઇટા, કોચી અને કુમામોટો પ્રાંતોએ ભૂકંપને પાંચ-પોઇન્ટનો જણાવ્યો હતો. જાપાનમાં ભૂકંપના જાેખમને માપવા માટે ૭ પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને ડીસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે.
જાપાનમાં ભૂકંપ થવો એ કોઈ ચોંકાવનારી વાત નથી, ઉલ્ટું અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. કારણ કે આ દેશ પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. તે તીવ્ર ધરતીકંપની પ્રવૃત્તિનો આર્ક છે, જે દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક બેસિન સુધી વિસ્તરેલો છે. અહીં ૬ કે તેથી વધુની તીવ્રતાના ધરતીકંપ આવવો એ સામાન્ય બાબત છે. ૨૦૧૧ માં, જાપાનના ફુકુશિમામાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ત્યાં સ્થિત ન્યુક્લિયર પ્લાન્ટને ઘણું નુકસાન થયું હતું. આ ભૂકંપને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી.
Recent Comments