fbpx
અમરેલી

અમરેલીમાં પોલીસ જૂગારીઓને પકડીને આવતા રસ્તામાં અકસ્માત નડ્યો

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના ફાસરિયા ગામ નજીક જુગારધામ ચાલતું હોવાની બાતમી નાગેશ્રી પોલીસને મળતા નાગેશ્રી પોલીસની ટીમે ફાસરિયા નજીક રેડ પાડી હતી. જેમાં પોલીસે ૭ જેટલા આરોપીને દબોચી લીધા હતા. તમામ આરોપીઓને નાગેશ્રી પોલીસની સરકારી ગાડીમાં બેસાડી નાગેશ્રી પોલીસ સ્ટેશને લઈ જવાતા હતા. ત્યાં મધરાતે દુધાળા ગામ નજીક આ ગાડી પલટી મારી જતા ૨ પોલીસકર્મી અને ૭ જેટલા આરોપીને નાના મોટી ઇજાઓ થઈ હતી.

આ તમામને ૧૦૮ મારફતે રાજુલા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ૨ જેટલી ૧૦૮ મારફતે તમામ લોકોને રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ૧ પોલીસ કર્મીને ગંભીર ઇજા થતા તેમને વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ડી.વાય.એસ.પી સહિત સ્થાનિક આસપાસના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસકર્મીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તેમજ આરોપી સહિત પોલીસકર્મીઓને સારવાર માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જાે કે પોલીસ વાહનના અકસ્માતની ઘટનાને લઈ પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.

Follow Me:

Related Posts