fbpx
અમરેલી

તાલુકા અને જિલ્લાકક્ષા સ્પર્ધાની ખેલ મહાકુંભની એક બે સ્પર્ધામાં સામાન્ય તારીખ અને સ્થળનો ફેરફાર

રમત ગમત ખાતા દ્વારા આયોજન કરવામાં આવેલા ખેલ મહાકુંભની સ્પર્ધાઓ પાકી એક બે સ્પર્ધાની તારીખમાં સામાન્ય ફેરફાર થયો છે. ભાઈઓ બહેનો માટે તા.૨૬/૦૩/૨૦૨૨ના રોજ પટેલ સંકુલ,અમરેલી, ખાતે સ્કેટિંગની સ્પર્ધા યોજાશે જેના માટે કન્વીનરશ્રી મગનભાઈ વસોયા-૯૯૧૩૯૨૦૯૧૯નો સંપર્ક કરવાનો રહેશે. તેમજ તીરંદાજી (આર્ચરી) પણ તા.૨૬/૦૩/૨૦૨૨ ના રોજ  જનતા વિદ્યાલય,મોટા આંકડિયા ખાતે યોજાશે. કન્વીનર શ્રી પી.ડી.મિયાણી-૯૪૨૭૦૨૧૦૦૭ નો સંપર્ક કરવો. તથા માત્ર અમરેલી તાલુકાના ખેલાડીઓ માટે તાલુકા કક્ષાની એથલેટીક્સ સ્પર્ધા  બહેનો ૨૪-૦૩-૨૦૨૨ તથા ભાઈઓ ૨૫-૦૩-૨૦૨૨ ના રોજ જનતા વિદ્યાલય,મોટા આંકડિયાને બદલે હવે વિદ્યાસભા સંકુલ DLSS અમરેલી ખાતે યોજાશે. જેની તમામ શાળાઓ-સંસ્થાઓ-ખેલાડીઓએ નોંધ લેવી. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી બહુમાળી ભવન બ્લોક-સી, પ્રથમ માળ, રૂમ ૧૧૦/૧૧૧ ઓફીસ નંબર -૦૨૭૯૨-૨૨૩૬૩૦ અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે

Follow Me:

Related Posts