વડોદરાના હરણી વિસ્તારના ન્યૂ.વી.આઇ.પી રોડ પર આવેલ જલારામનગરમાં રહેતા દેસાઇભાઇ નટવરભાઇ સોલંકીએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો કે મારી પત્ની અને મારો દીકરો મને માર મારે છે. જેથી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જાેકે ત્યાં જઇને જાેતા પરિસ્થિતિ જુદી જ હતી. દેસાઇભાઇ સોલંકી દારૂના નશામાં હતા અને તેમણે પૂછપરછમાં જણાવ્યું હતું કે મને કોઇએ માર માર્યો નથી મેં દારૂનો નશો કર્યો છે. જેથી પોલીસે દેસાઇભાઇ સોલંકીની પોલીસે ધરપકડ કરી હતી અને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો.
અન્ય એક ઘટનામાં શહેરના બાપોદ વિસ્તારમાં પિતાએ પોલીસને ફોન કર્યો હોત કે તેમનો પુત્ર દારૂ પીને ધમાલ કરે છે. જેથી પોલીસે દારૂના નશામાં બળદેવભાઇ કાંતિભાઇ રાજપુત (રહે. વણકરવાસ, બાપોદ, વડોદરા)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરના હરણી વિસ્તારમાં દારૂ પીને એક શખસે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો કે મારી પત્ની અને પુત્ર મને માર મારે છે. જાેકે આ કોલ ખોટો હોવાથી પોલીસે શખસ સામે કાર્યવાહી કરી છે.


















Recent Comments