આજના આ સમયમાં અનેક લોકો બેરોજગાર છે. ભણેલા-ગણેલાં લોકો પણ હાલમાં નોકરીની શોધમાં છે. આમ, કોરોના કાળમાં અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. એવામાં આંગણવાડી વર્કર્સ, આસિસ્ટન્ટ અને સુપર વાઇઝર માટે અલગ-અલગ પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો જલદી જાણી લો તમે પણ આ વિશેની તમામ માહિતી..
તમને જણાવી દઇએ કે આ વેકેન્સી પર લગભગ 8000 પદો પર ભરતી થવાની છે. ઓનલાઇન અરજી જમા કરાવવાની તારીખ 4 એપ્રિલ 2022 છે. તમને આ વિશેની કોઇ પણ જાણકારી જોઇએ તો તમે આ નોટિફિકેશન પર ક્લિક કરીને જોઇ શકો છે. ઉલ્લેખનીય છે કે, 16 માર્ચથી અરજી કરવાની પક્રિયા શરૂ થઇ ગઇ છે. આ માટે જો તમે પણ ફોર્મ ભરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ દિવસો સૌથી બેસ્ટ છે.
આ રીતે અરજી કરો
ઇચ્છા ધરાવનાર ઉમેદવારો અરજી કરવા માટે e-hrms.gujarat.gov.in પર ક્લિક કરો. ત્યારબાદ એમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ઓનલાઇન આવેદન પર ક્લિક કરો અને તમારી પર્સનલ ડિટેલ્સ ભરીને ફોર્મ જમા કરાવી દો. ખાસ ધ્યાન એ રાખજો કે આ અરજી પત્રની પ્રિન્ટ કઢાવી લેજો જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ્સ ના થાય. તમારી પાસે પ્રિન્ટ હોય તો તમે ગમે ત્યારે તમારું કન્ફ્યુઝન દૂર કરી શકો છો. આમ, જો તમે પણ ઓછુ ભણેલાં છો અને સાથે નોકરીની શોધમાં છો તો આ નોકરી તમારા માટે એક સારો ઓપ્શન છે. આ નોકરીમાં 7મું ધોરણ પાસ વ્યક્તિ પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. આ નોકરી જવાને કારણે અનેક લોકોના ઘરમાં પૈસાની તકલીફ બહુ પડતી હોય છે.


















Recent Comments