રાષ્ટ્રીય

રવિવારે આ રીતે ઘરે ફટાફટ બનાવો મેથીના મુઠિયા, ટેસ્ટમાં ટેસ્ટી બનશે

ઘરમાં શાક ના હોય ત્યારે અનેક ઘણાં પ્રોબ્લેમ્સ રસોઇ બનાવવામાં થતા હોય છે. શું બનાવવું અને શું ના બનાવવું એ એક મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે. એમાં પણ રવિવારના દિવસે મોટાભાગના લોકોને રસોઇ બનાવવાનો કંટાળો આવતો હોય છે. તો આજે તમે પણ ફટાફટ આ રીતે ઘરે બનાવો મુઠીયા..

સામગ્રી  

2 વાટકી ઘઉંનો લોટ

½ વાટકી બાજરીનો લોટ

½ વાટકી ચણાનો લોટ

સમારેલી મેથી

ક્રશ કરેલા લીલા મરચા

ક્રશ કરેલું આદું

ગોળ

ધાણાજીરું

હળદર

લાલ મરચું

ગરમ મસાલો

સ્વાદાનુંસાર મીઠું

ખાવાનો સોડા

તેલ

લીમડાના પાન

કોથમીર

 બનાવવાની રીત

  • મુઠીયા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો થાળ લો.
  • ત્યારબાદ આ થાળમાં ઉપર જણાવ્યા મુજબ બધા લોટ લો.
  • હવે આ લોટમાં બધા મસાલા, તેલ, સોડા અને લીલા મરચા અને આદુની પેસ્ટ મિક્સ કરો.
  • પછી એક બાઉલ લો અને એમાં મેથી બરાબર ધોઇ લો. મેથીમાં માટી રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો.
  • હવે આ લોટવાળા મિશ્રણમાં ગોળ અને મેથીનું મિશ્રણ એડ કરો.
  • પછી જરૂર મુજબ પાણી લઇને મુઠિયા વળે એવો લોટ બાંધો.
  • આમ, એક-એક મુઠિયા વાળતા જાવો અને પ્લેટમાં મુકતા જાવો.
  • પોણા કલાક સુધી ધીમા ગેસે આ મુઠિયાને થવા દો.
  • મુઠિયા ઠંડે પડે એટલે એને વઘારવાની તૈયાર કરો.
  • હવે એક પેન લો અને એમાં તેલ મુકો.
  • તેલ ગરમ થાય એટલે એમાં લીમડાના પાન, લાલ મરચા, તલ, રાઇ, હિંગ એડ કરો.
  • તો તૈયાર છે મેથીના મુઠિયા.
  • હવે આ મુઠિયાને ગાર્નિશ કરવા માટે તમે કોથમીર લો.
  • જો તમે આ રીતે ઘરે મુઠિયા બનાવશો તો ખાવાની બહુ મજા આવશે.

Related Posts